જો તમારી પાસે 2010ની પહેલાનું લાઇસન્સ હશે અને તમારે Digi Locker અથવા તો mParivahan એપમાં ડોક્યુમેન્ટ રાખવા હશે તો પણ તમારે આરટીઓ કચેરી ખાતે બેકલોક કરાવવા માટે લાઈનમા ઊભા રહેવું પડશે. કારણ કે 2010 પહેલાનો ડેટા આરટીઓ પાસે નથી. જેના કારણે Digi Locker અથવા તો mParivahan એપમા લોકોના ડોક્યુમેન્ટ અપલોડ થઇ શકતા નથી.
લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વાહન ચાલકો પોતાના ડોક્યુમેન્ટ Digi Locker અથવા તો mParivahan એપમાં પોતાના લાઇસન્સ, પીયુસી, (PUC), આરસી બુક (RC Book) અપલોડ કરી સાથે રાખી શકશે. અને ચેકિંગ દરમિયાન બતાવી શકાશે.
પરંતુ Digi Locker અથવા તો mParivahanમાં ડોક્યુમેન્ટ અપલોડ ન થવાની લોકોને મુશ્કેલીએ પડી રહી છે. લોકોને ડોક્યુમેન્ટ આ બન્ને એપમાં અપલોડ ન થવાનું એક કારણ આધાર કાર્ડ પણ છે. કારણ કે Digi Locker અથવા તો mParivahan બંને એપમાં તમામ ડોક્યુમેન્ટ આધાર સાથે લિંક કરવાના છે. અને આધારમા નામ હશે તે જ નામ બીજા ડોક્યુમેન્ટમાં હોવું જોઈએ.
આધાર અને બીજા ડોક્યુમેન્ટમાં નામ અલગ અલગ હશે તો ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. તેમજ જો 2010 પહેલાનો લાઇસન્સ કે પછી વાહનના ડોક્યુમેન્ટ હશે તો પણ થશે નહીં. કારણ કે પહેલા બેક લોક કરાવવું પડશે. જો તમામ ડોક્યુમેન્ટમાં નામ એક જ હશે.અને આરટીઓના સોફ્ટવેરમાં ડેટા હશે તો જ Digi Locker અથવા તો mParivahan ડેટા અપલોડ કરી શકશો.