યુએસ સ્થિત પ્રોડક્ટ્સ એનાલિટિક્સ ફર્મ એમ્પલિટ્યુડ દ્વારા બનાવવામાં આવેલા રિપોર્ટમાં મેડ-ઇન-ઇન્ડિયા માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ(Koo) સમગ્ર એશિયા પેસિફિક (APAC) ક્ષેત્રમાં સૌથી હોટ સોશિયલ મીડિયા બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે. પ્રોડક્ટ રિપોર્ટ 2021 એ કૂ(Koo) એપને ક્રમાંક આપ્યો છે - જે મૂળ ભાષાઓમાં સ્વ-અભિવ્યક્તિને સક્ષમ કરે છે - APAC તરફથી આગામી 5 સૌથી હોટ ડિજિટલ પ્રોડક્ટ્સની સૂચિમાં નંબર 3 તરીકે. રિપોર્ટમાં સૂચિબદ્ધ અન્ય બ્રાન્ડ્સ ફિનટેક ફર્મ્સ અને રિક્રુટમેન્ટ પ્રોડક્ટ છે. પ્રતિષ્ઠિત અહેવાલમાં ઉલ્લેખ મેળવવા માટે, કૂ(Koo) એ ભારતની માત્ર બે બ્રાન્ડ્સમાંની એક છે (કોઈનડીસીએક્સ અન્ય છે).


એમ્પ્લિટ્યુડના બિહેવિયરલ ગ્રાફનો ડેટા વિશ્વભરના સૌથી વધુ ઉભરતા ડિજિટલ ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે જે આપણા ડિજિટલ જીવનને આકાર આપે છે. અહેવાલમાં કૂ(Koo) એપને "મુખ્યત્વે ભારતીય યુઝર બેઝ માટે એક અનોખા તફાવત સાથે સામાજિક મીડિયા પ્લેટફોર્મ" તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે આગળ જણાવે છે કે કૂ(Koo) "1 બિલિયનથી વધુ મજબૂત સમુદાય માટે પસંદગીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનવા માટે તૈયાર છે." બહુ-ભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે, કૂ(Koo) એપ માર્ચ 2020 માં લોન્ચ થયા પછી 20 મહિનાના ટૂંકા ગાળામાં 15 મિલિયનથી વધુ યુઝર્સને એકત્ર કર્યા છે, અને નવ ભારતીય ભાષાઓમાં તેની ઑફર પ્રદાન કરે છે. મજબૂત તકનીકો અને નવીન ભાષા અનુવાદ સુવિધાઓ દ્વારા સમર્થિત, કૂ(Koo) આગામી એક વર્ષમાં 100 મિલિયન ડાઉનલોડ્સને પાર કરે તેવી અપેક્ષા છે.


એમ્પ્લિટ્યુડ રિપોર્ટમાં 'ઝડપથી વધતી પ્રોડક્ટ્સ'ને ટેપ કરવામાં આવી છે અને કંપનીઓને ઓળખવા માટે એકીકૃત માસિક યુઝરો ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે 'આગામી જાણીતા નામો' બની શકે છે. એમ્પલીટ્યુડ એ ખાસ કરીને એવી કંપનીઓને ધ્યાનમાં લીધી છે કે જેઓ તેમના સમૃદ્ધ ડિજિટલ અનુભવ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને જેઓ જૂન 2020 થી જૂન 2021 સુધીના 13-મહિનાના સમયગાળા દરમિયાન માસિક એક્ટિવ યુઝરોની કુલ સંખ્યામાં ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે છે.