Vivo Y100t:  વિવોએ પોતાના ગ્રાહકો માટે  Y100-Series માં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દિધો છે.  Vivo Y100t ને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા Vivo Y100 અને Y100i Y100-સીરીઝમાં લાવવામાં આવ્યા હતા. આ બંને ફોન ગયા વર્ષે રજૂ કરવામાં આવ્યા હતા. ચાલો ઝડપથી વિવોના નવા સ્માર્ટફોનના ફીચર્સ પર એક નજર કરીએ-



  • પ્રોસેસર- Vivoનો નવો ફોન MediaTek Dimensity 8200 ચિપસેટ સાથે લાવવામાં આવ્યો છે.

  • ડિસ્પ્લે- Vivoનો આ ફોન 6.64 ઇંચ IPS LCD પેનલ, FHD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ સાથે લાવવામાં આવ્યો છે.

  • રેમ અને સ્ટોરેજ- Vivo Y100tને કંપની દ્વારા 8GB/12GB રેમ અને 256GB/512GB બિલ્ટ ઇન સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યું છે. ફોનમાં 8GB વર્ચ્યુઅલ રેમની સુવિધા પણ છે.

  • બેટરી- Vivoનો આ ફોન 5,000mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા સાથે લાવવામાં આવ્યો છે.

  • કેમેરા- Vivo Y100t OIS સપોર્ટ, 2MP ડેપ્થ સેન્સર સાથે 64MP પ્રાથમિક કેમેરા સાથે આવે છે. સેલ્ફી માટે ફોનને 16MP ફ્રન્ટ કેમેરા સાથે લાવવામાં આવ્યો છે.

  • ફીચર્સ- Vivoના આ ફોનમાં NFC, સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 3.5mm ઓડિયો જેકની સુવિધા છે.

  • કલર- Vivo ઉપકરણને ગ્રાહકો માટે સફેદ અને વાદળી બે રંગ વિકલ્પોમાં લાવવામાં આવ્યું છે.


Vivo Y100t ની કિંમત કેટલી છે ?


વાસ્તવમાં, કંપનીએ હજુ સુધી આ ફોનની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે ફોનની કિંમત અંગેની માહિતી પ્રી-સેલના દિવસે જાહેર કરવામાં આવશે.    


થોડા દિવસો પહેલા Vivo V30 લોન્ચ કર્યો હતો


ચીનની સ્માર્ટફોન કંપની Vivoએ ગ્લૉબલ માર્કેટમાં શાનદાર સેલ્ફી કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનું નામ Vivo V30 છે. આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા છે. આટલું જ નહીં આ ફોનમાં ઘણા શાનદાર સેલ્ફી ફિચર્સ પણ છે. આ સિવાય આ ફોનની ડિઝાઈન એટલી સુંદર છે કે તેની તસવીરો જોઈને તમને તેને ખરીદવાનું મન થઈ શકે છે. 


Vivo V30 પાસે 6.78 ઇંચનું મોટું અને વળાંકવાળા AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝૉલ્યૂશન 1280 x 2800 પિક્સેલ્સ છે અને રિફ્રેશ રેટ 120Hz છે. કંપનીએ આ ફોનને ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કર્યો છે.