નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન મેકર કંપની Lava ભારતમાં 74માં સ્વાતંત્ર્ય દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવા તૈયાર છે. કંપની 'ProudlyIndian' સ્પેશ્યલ એડિશન અંતર્ગત Lava પોતાના ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે, જોકે ખાસ વાત છેકે આ જે સ્માર્ટફોન છે તેને કંપનીએ પહેલાજ લૉન્ચ કરી દીધા છે, પરંતુ હવે તેને તિરંગા અવતારમાં લૉન્ચ કરવાની છે.
સ્વાતંત્ર્ય દિવસને મનાવવા માટે Lavaએ પોતાના ત્રણ સ્માર્ટફોન Lava Z61 Pro, Lava A5 અને Lava A9ને તિરંગા અવતારમાં ફરીથી લૉન્ચ કરવાનુ નક્કી કર્યુ છે.
ProudlyIndian સ્પેશ્યલ એડિશન અંતર્ગત થઇ રહ્યાં છે લૉન્ચ
ભારતીય માર્કેટમાં Lava A5ની કિંમત 1,333 રૂપિયા છે, જ્યારે Lava A9 ની કિંમત 1,574 રૂપિયા છે, આને 'ProudlyIndian' સ્પેશ્યલ એડિશન અંતર્ગત લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે, આ ફોન્સને ભારતીય તિરંગાની જેમ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
Lava Z61 Pro સ્માર્ટફોન
Lava Z61 Pro ડ્યૂલ સિમમાં આવે છે, આમાં 5.45 ઇંચની ડિસ્પ્લે અને 1.6 ગીગાહર્ટ્ઝનુ ઓક્ટાકોર પ્રૉસેસર છે. સાથે 2જીબી રેમ અને 16જીબી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
Lava A5 સ્માર્ટફોન
Lava A5માં પણ ડ્યૂલ સિમ છે, આની ડિસ્પ્લે 2.4 ઇંચની છે. આમાં 1,000 mAh ની બેટરી આપવામાં આવી છે.
Lava A9 સ્માર્ટફોન
Lava A9 ફોનમાં 2.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, પાછળના ભાગે 1.3 મેગાપિક્સલનો કેમેરો છે. Lava A9માં 1,700 mAh બેટરી આપવામાં આવી છે.
સ્વાતંત્ર્ય દિવસે આ ભારતીય કંપની તિરંગા એડિશનમાં લૉન્ચ કરશે પોતાના આ ત્રણ ફોન, જાણો શું છે ખાસિયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 11:16 AM (IST)
સ્વાતંત્ર્ય દિવસને મનાવવા માટે Lavaએ પોતાના ત્રણ સ્માર્ટફોન Lava Z61 Pro, Lava A5 અને Lava A9ને તિરંગા અવતારમાં ફરીથી લૉન્ચ કરવાનુ નક્કી કર્યુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -