એલજીએ ફ્લેક્સિબલ ડિસ્પ્લે ટેક્નોલોજીને લઇને શાનદાર કામ કર્યું છે. કંપનીએ વિશ્વની પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજૂ કરી છે, જેને તમે ટુવાલની જેમ સ્ક્વિઝ કરી શકો છો. દક્ષિણ કોરિયાની આ કંપનીએ પહેલાથી જ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ટેક્નોલોજી રજૂ કરી છે, જેમાં ડિસ્પ્લેને સ્ટ્રેચ અને લંબાવી શકાય છે. આ ટેક્નોલોજી હજુ પ્રોટોટાઈપ સ્ટેજમાં છે. પરંતુ એલજીએ ફોલ્ડેબલ ડિસ્પ્લે બનાવતી અગ્રણી કંપની સેમસંગને ટેન્શનમાં લાવી દીધી છે.
LG એ દાવો કર્યો છે કે આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ઇમેજ ક્વોલિટી બગડ્યા વિના તેની સાઈઝના 50 ટકા સુધી સ્ટ્રેચ કરી શકાય છે. સ્ટ્રેચેબલ ડિસ્પ્લેનો પ્રોટોટાઇપ રજૂ કરતાં કંપનીએ કહ્યું છે કે તે 12 ઇંચની ડિસ્પ્લે છે, જેને 18 ઇંચ સુધી સ્ટ્રેચ કરી શકાય છે. આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે 100 પિક્સેલ પ્રતિ ઇંચનું રિઝોલ્યુશન જાળવી શકે છે. અગાઉ કંપનીએ 2022માં તેના સ્ટ્રેચેબલ ડિસ્પ્લેમાંથી એક પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું.
ટુવાલની જેમ કરી શકાય છે સ્ટ્રેચ
કંપની અનુસાર, આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે સંપૂર્ણપણે યુનિક છે. આને અલ્ટીમેટ ડિસ્પ્લે ટેકનોલોજી કહી શકાય છે. અન્ય ફ્લેક્સિબલ ડિસ્પ્લેની જેમ તે ફક્ત બેન્ડ અથવા ફોલ્ડ કરી શકાય નહીં. પરંતુ તેને ટુવાલની જેમ ખેંચી પણ શકાય છે. LGનું આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે માઇક્રો LEDથી બનેલું છે. તેને સતત 10 હજાર વખત સ્ટ્રેચ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ ડિસ્પ્લે એક્સટ્રીમ તાપમાનમાં પણ કામ કરે છે. કંપનીએ આ ડિસ્પ્લેના ફીચર્સ વિશે પણ જણાવ્યું છે.
આ ડિસ્પ્લેને ટચ જેસ્ચરથી કંન્ટ્રોલ કરી શકાય છે. તમે તેને તમારા હાથમાં પણ પહેરી શકો છો. આ ડિસ્પ્લે ખૂબ જ સસ્તી અને હલકી છે. આવનારા સમયમાં એલજીના ફ્લેક્સિબલ ડિસ્પ્લેનો ઉપયોગ ઘણા ફ્લેગશિપ સ્માર્ટફોન, ટેબલેટ અથવા પહેરી શકાય તેવા ડિવાઇસમાં થઈ શકે છે.
108MP કેમેરા, 12GB રેમ, 256GB સ્ટોરેજના Redmi Note 13 5G પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ