નવી દિલ્હીઃ હાલ દુનિયાભરમાં કોરોના અને લૉકડાઉનની સ્પષ્ટ અસર વિવિધ ઇન્ડસ્ટ્રીઓ પર દેખાઇ રહી છે, હવે આની અસર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર પણ પડી છે. વૉટ્સએપમાં જે લોકોને વીડિયો સ્ટેટસ લગાવવા ખુબ પસંદ છે તેના માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે.
ફેસબુકના માલિકાના હક્ક વાળી મેસેજિંગ એપ વૉટ્સએપે એક મોટો નિર્ણય લીધો, હવે વૉટ્સએપમાં વીડિયો સ્ટેટસ માત્ર 15 સેકન્ડ સુધીનુ જ લગાવી શકાશે. આ પહેલા વીડિયો સ્ટેટસની મર્યાદિત લંબાઇ 30 સેકન્ડ સુધીની હતી. જોકે કંપનીને આ નિર્ણય હાલ ચાલી રહેલા કોરોનાના કારણે લેવો પડ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં લૉકડાઉનમાં સર્વર ઇન્ફ્રસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઘટાડવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે. જોકે આ ફેરફારને લઇને હુજ વૉટ્સએપ તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યુ.
ભારતમાં હાલ વૉટ્સએપના લગભગ 40 કરોડ યૂઝર એક્ટિવ છે. ખાસ વાત છે કે ભારતમાં લોકો વૉટ્સએપનો સૌથી વધારે વીડિયો સ્ટેટસ લગાવવા માટે ઉપયોગ કરી રહ્યાં છે. આ સંબંધે ડબલ્યૂબીટાઇન્ફો તરફથી રવિવારે એક ટ્વીટ પણ કરવામાં આવ્યુ હતુ.