નવી દિલ્હીઃ ચીની કંપની શ્યાઓમીએ ભારતમાં પોતાના દમદારા ફોન Mi 10iને લૉન્ચ કરી દીધો છે. આ ફોન કંપનીની Mi 10i સીરીઝનો આ ચોથો ફોન છે, જેમાં પહેલાથી ત્રણ ફોન Mi 10, Mi 10T, અને Mi 10T Pro સામેલ છે.

ભારતમાં આ ફોનના લૉન્ચિંગની સાથે તેની કિંમતનો પણ ખુલાસો થયો છે. Mi 10iની શરૂઆતી કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે, જે આના 6GB+64GB વેરિએન્ટ માટે છે. આના 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે. આ ઉપરાંત ફોનના 8GB+128GB વેરિએન્ટને પણ લૉન્ચ કરવામાં આવ્યુ છે, જેની કિંમત 23,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની પહેલી સેલ 7 જાન્યુઆરીએ અમેઝોન ઇન્ડિયા અને mi.કૉમ પર રાખવામાં આવી છે. આ ફોનને ગ્રાહક ત્રણ કલર ઓપ્શનમાં Pacific Sunrise, Atlantic Blue અને Midnight Black માં ખરીદી શકે છે.



ફોનમાં છે 108 મેગાપિક્સલનો છે કેમેરો
કેમેરાની વાત કરીએ તો Mi 10iમાં ચાર રિયર કેમેરા આપ્યા છે, આમા અપર્ચર એફ/1.75ની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, અપર્ચર એફ/2.25ની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.