મેડ-ઈન-ઈન્ડિયા માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ (Koo) સોશિયલ મીડિયાનું જવાબદારીપૂર્વક સંચાલન કરવા માટે યુઝર્સને સક્રિયપણે શિક્ષિત કરી રહ્યું છે. કૂ (Koo) એપ પરના મૂળ ભાષાઓમાં અભિવ્યક્તિ કરતા મોટાભાગના યુઝર્સ સોશિયલ મીડિયાનો પ્રથમવાર ઉપયોગ કરતા હોય છે અને તેથી ઑનલાઇન પર સુરક્ષિત અને સકારાત્મક રહેવાની જરૂરિયાત જબરદસ્ત મહત્વ ધરાવે છે.


સોશિયલ મીડિયા લોકોને જોડવા અને જોડાવાનું એક મહત્વનું સાધન હોવા છતાં, અસામાજિક તત્વો દ્વારા નાણાકીય છેતરપિંડી, ગોપનીયતા પર આક્રમણ, ડેટા ચોરી અને અન્ય ગુનાઓ માટે તેનો દુરુપયોગ થઈ શકે છે. વિશ્વ માટે ભારતમાંથી બનાવવામાં આવી રહેલી ઓપન સોશિયલ મીડિયા બ્રાંડ તરીકે, કૂ (Koo) એપ યુઝર્સને માહિતગાર રાખવા માટે બહુવિધ પગલાં લઈ રહી છે, જેથી કરીને તેઓ કોઈપણ સામગ્રી પોસ્ટ કરતા પહેલા સાવચેત રહી શકે અને સમુદાયો સાથે જોડાવા માટે આ પ્લેટફોર્મનો લાભ લઈ શકે અને તેમના ફીડને તંદુરસ્ત રીતે સંચાલિત કરી શકે.


તાજેતરમાં, કૂ (Koo) એપએ ભારત સરકારની ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ના સહયોગથી રાષ્ટ્રીય સાઈબર સિક્યોરિટી જાગૃતિ મહિના તરીકે ઊજવવામાં આવતા ઓક્ટોબરમાં સાયબર સુરક્ષા અંગે વપરાશકારોમાં જાગૃતિ લાવવા માટે સંયુક્ત રીતે નાગરિક આઉટરીચ પ્રવૃત્તિ હાથ ધરી હતી.


CERT-In અને કૂ(Koo) એપએ સંયુક્તપણે ફિશિંગ, હેકિંગ, વ્યક્તિગત માહિતી સુરક્ષા, પાસવર્ડ અને પીન મેનેજમેન્ટ, ક્લિકબેટ્સને ટાળવા અને જાહેર Wi-Fi નો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની ગોપનીયતાની સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર જાગરૂકતા વધારવા માટે કામ કર્યું છે. કૂ(Koo) એપે સમગ્ર દેશમાંથી ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે પહોંચને મજબૂત કરવા માટે અનેક ભારતીય ભાષાઓમાં ઝુંબેશ ચલાવી છે.


વધુમાં, યુઝર્સને શિક્ષિત કરવા માટેની વર્તમાન પહેલના ભાગ રૂપે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્રાઉડ-સોર્સિંગ સામગ્રી મધ્યસ્થતા તરફ કામ કરી રહ્યું છે - જ્યાં યુઝર્સને નકલી સામગ્રી ફ્લેગ કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. તેવી જ રીતે, સામગ્રીની ચકાસણી કર્યા વિના તેને 'નકલી' તરીકે લેબલ કરવા બદલ તેમને દંડ થઈ શકે છે.


ઈન્ડિયા-ફર્સ્ટ પ્લેટફોર્મ યુઝર્સને ઓનલાઈન ફ્રી રિસોર્સિસ વિશે પણ જાગૃત કરી રહ્યું છે જેનો તેઓ પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની માહિતી શેર કરતા પહેલા ઉપયોગ કરી શકે છે. કૂ (Koo) એપ તેની કન્ટેન્ટ મોડરેશન પૉલિસીના સંદર્ભમાં યોગ્ય નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપવા સલાહકાર બોર્ડની સ્થાપના કરવાની પ્રક્રિયામાં પણ છે.


એક જવાબદાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે, કૂ (Koo) એપ શ્રેષ્ઠ પ્રયાસોને ઓળખવા અને સ્થાનિક રીતે કાર્યક્ષમ ઉકેલ લાવવા માટે સતત પ્રયાસ કરે છે, જે યુઝર્સને બધી જ ભાષાઓમાં સુરક્ષિત અને અભૂતપૂર્વ નેટવર્કિંગ અનુભવ પ્રદાન કરે છે.