નવી દિલ્હીઃ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટિક ટૉક (TikTok)નો ઉપયોગ કરોર છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. ખરેખર, મદ્રાસ હાઇકોર્ટની મદુરે બેન્ચે બુધવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, તે પૉપ્યૂલર મોબાઇલ વીડિયો એપ ટિક ટૉકની ડાઉનલૉડીંગ પર બેન લગાવે.
ઉપરાંત બેન્ચમાં જસ્ટિસ એન અને જસ્ટિસ એમએસ સુંદરે મીડિયા સંસ્થાઓમાં નિર્દેશ જાહેર કરતાં કહ્યું કે, તે ટિક ટૉક પર બનેલા વીડિયોનું પ્રસારણ ના કરે કેમકે ટિક ટૉક એપના માધ્યમથી બાળકો સુધી આસાનીથી પોર્નોગ્રાફી અને આપત્તિજનક કન્ટેન્ટ પહોંચી રહી છે.
કોર્ટે કહ્યું કે, હાલના સમયમાં ટિક ટૉક એપ યૂઝ કરનારા મોટાભાગના યુવા અને કિશોર વર્ગ કરી રહ્યો છે. જેની લત ધીમે ધીમે વધી રહી છે. અને આનાથી સાયબર ગેમ્સ દ્વારા કિશોરોનું ભવિષ્ય અને બાળકોનું બાળક મન બરબાદ થઇ રહ્યું છે.
ટિક ટૉક એપ આપણી સંસ્કૃતિને પણ ખરાબ કરી રહી છે, એટલે આને બેન કરવી જોઇએ. આના કારણે એક અરજી દાખલ કરીને આને બેન કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ પણ તામિલનાડુમાં આ એપને બેન કરવા માટેની માંગ ઉઠી હતી. હવે આને પર કાયદેસરની કાર્યવાહી થશે.