VPN Pro બ્લોગપોસ્ટ પ્રમાણે Shenzhen HAWK નામની ચીની કંપનીએ ગૂગલ પ્લે સ્ટોર પર 24 એપ્સ અપલોડ કરી હતી. અત્યાર સુધી આ એપ્સને 382 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. આ એપ્સ યૂઝર્સ પાસે સંવેદનશીલ પરમિશન માંગતી હતી અને તેમાં કેટલાકમા માલવેર પણ હતા
VPN Pro બ્લોગપોસ્ટ મુજબ જ્યારે ગૂગલને આ અંગે જાણકારી આપવામાં આવી તો તેના થોડાક જ સમય બાદ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી.
એક નિવેદનમાં ગૂગલના ફોર્બ્સને કહ્યું કે, અમે સિક્યોરિટી અને પાઈવસી વાયલેશન અંગે કરવામાં આવેલા રિપોર્ટ્સને ગંભીર રીતે લઈએ છીએ. જો પોલીસનું ઉલ્લંઘન કરે તે એપ્સને અમે પ્લે સ્ટોર પરથી હટાવી દઈએ છીએ.
જો તમારા ફોનમાં આ એપ્સ હોય તો તરત ડિલિટ કરી દો.
Super Cleaner,Candy Gallery, File Manager,Sound Recorder, World Zoo,Puzzle Box,Word Crossy, Soccer Pinball, Dig it, Laser Break, Word Crush, Music Roam, Joy Launcher,Turbo Browser,Weather Forecast,Calendar Lite, Candy Selfie Camera,Private Browser,Super Battery,Virus Cleaner 2019,Hi Security 2019,Hi VPN, Free VPN, Hi VPN Pro,Net Master.