ઇથોપિયામાં ફેલાયેલી હિંસા અંગે મંગળવારે મેટા પ્લેટફોર્મ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીકર્તાઓએ ફેસબુક મેટા પર ઇથોપિયામાંથી હિંસક અને દ્રૈષપૂર્ણ પોસ્ટ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેટા પ્લેટફોર્મનો એક ભાગ ફેસબુક દ્વારા આવી પોસ્ટના પ્રચારને કારણે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. કેન્યા હાઈકોર્ટમાં મેટા કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


પીડિતોને 2 અબજ ડોલર આપવાની માંગ


કોર્ટમાં અરજદારોએ માંગ કરી છે કે હિંસક સામગ્રીને હટાવવા માટે  મેટાએ નૈરોબીમાં મોડરેશન સ્ટાફની સંખ્યામાં વધારો કરવો જોઈએ. આ સિવાય અરજીમાં કોર્ટને માંગ કરવામાં આવી છે કે ફેસબુકને હિંસા પીડિતો માટે લગભગ 2 અબજ ડોલર એટલે કે 16 હજાર કરોડ રૂપિયાનું વળતર ફંડ બનાવવા માટે પગલાં ભરવાનો આદેશ આપવામાં આવે. બે ઇથોપિયન સંશોધકો અને કેન્યાના અધિકાર જૂથ કતિબા સંસ્થાએ મેટા કંપની સામે દાવો દાખલ કર્યો છે.


મેટાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી


મેટા પ્રવક્તા એરિન મેક પાઇકે કહ્યું કે નફરતભર્યા ભાષણ અને હિંસા માટે ઉશ્કેરણી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના નિયમોની વિરુદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે સ્થાનિક જ્ઞાન અને કુશળતા ધરાવતા સ્ટાફને રોજગારી આપીએ છીએ અને ઇથોપિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ઉલ્લંઘન કરતી સામગ્રીને પકડવા માટે અમારી ક્ષમતાઓ વિકસાવવાનું ચાલુ રાખીએ છીએ.


ફેસબુક મેટા સામે દાખલ કરાયેલા કેસમાં ઓક્ટોબર 2021 મહિનામાં પ્રકાશિત થયેલી ફેસબુક પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અરજીકર્તાના પિતા અબ્રાહમ મીરેગનું વર્ણન કરવા માટે વંશીય અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં વૃદ્ધ વ્યક્તિનું સરનામું શેર કર્યું હતું અને તેના મૃત્યુની હાકલ કરવામાં આવી હતી.


WhatsApp Pay: WhatsApp Pay ઇન્ડિયાના વડાએ પદ સંભાળ્યાના ચાર મહિનામાં આપ્યું રાજીનામુ


Vinay Choletti Quits WhatsApp Pay: વોટ્સએપ ઈન્ડિયાના અન્ય ટોચના એક્ઝિક્યુટિવે રાજીનામું આપ્યું છે. વોટ્સએપ પે ઈન્ડિયાના વડા વિનય ચોલેટીએ બુધવારે લિંક્ડઈન પોસ્ટ દ્વારા રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિનય ઓક્ટોબર 2021માં મર્ચન્ટ પેમેન્ટના વડા તરીકે WhatsApp પે બેકમાં જોડાયા હતા અને બાદમાં સપ્ટેમ્બર 2022માં WhatsApp પે ઈન્ડિયાના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.


વિનયે લખ્યું હતું કે WhatsApp Pay પર આજે મારો છેલ્લો દિવસ હતો અને હું સાઇન ઑફ કરતી વખતે ગર્વથી કહી શકું છું કે ભારતમાં WhatsAppના સ્કેલ અને પ્રભાવને જોવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. અંગત રીતે છેલ્લું એક વર્ષ શીખવાની એક મહાન યાત્રા અને ઉત્સાહથી ભરેલું રહ્યું છે. મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ગ્રાહકો WhatsApp પેનો ઉપયોગ કરીને તેને અપનાવી રહ્યા છે