નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન નિર્માતા કંપની માઇક્રોમેક્સે ફરી એકવાર માર્કેટમાં વાપસી કરી છે. કંપનીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં પોતાના બે દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી દીધા છે. આ ફોન મીડ રેન્જ અને બજેટ રેન્જ સેગમેન્ટના છે. માઇક્રોમેક્સે IN સીરીઝને રિલીઝ કરી છે, જેમાં પહેલો ફોન In Note 1 છે, જ્યારે બીજો ફોન IN 1B છે, જે એન્ટ્રી લેવલ સેગમેન્ટ સ્માર્ટફોન છે.


શું હશે કિંમત
Micromax IN Note 1ની કિંમત 10,999 રૂપિયાથી શરૂ થશે, આ ફોનમાં તમને 4GB રેમ અને 64GB સ્ટૉરેજ મળશે, વળી 128GB મેમરી વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. Micromax IN 1Bના 2GB રેમની સાથે 32GB મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા હશે. વળી 4GB રેમની સાથે 64GB ના સ્ટૉરેજ વાળા બીજા વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે.

Micromax IN Note 1 અને IN 1B ના ફિચર્સ
નવા ફોનને લઇને કંપનીએ દાવો કર્યો છે કે બે વર્ષ સુધી આમાં એન્ડ્રોઇડનુ લેટેસ્ટ અપડેટ મળશે. Micromax IN Note 1માં 6.67 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં પંચહૉલ કેમેરા છે જે સેલ્ફી કેમેરા છે. ફોનમાં MediaTek Helio G85 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ એન્ડ્રોઇડ 10 પર ચાલે છે.

ફોનમાં તમને ત્રણ રિયર કેમેરા મળશે, જેમા પ્રાઇમરી કેમરા 48 મેગપાકિસ્લનો છે, બીજો બે મેગાપિક્સ્લનો છે અને બે મેગાપિક્સનો ડેપ્થ સેન્સિંગ કેમેરો છે. સેલ્ફી મેટા આમાં 16 મેગાપિકસ્લનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.

Micromax IN 1B ના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આમા 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આ ફોનમાં MediaTek Helio G35 પ્રૉસેસર છે. Micromax IN 1Bમાં Android 10 પર કામ કરે છે. આમાં બે રિયર કેમેરા છે. પ્રાઇમરી 13 મેગાપિક્સલનો અને બીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરો છે. આ ફોનની બેટરી 5,000mAhની છે, અને આની સાથે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.