નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ માઇક્રોસૉફ્ટે એક ખાસ એપ બનાવી છે, આ એપ ફેમિલી સેફ્ટી એપ તરીકે ઓળખાશે, કેમકે આ એપની મદદથી પેરેન્ટ્સ પોતાના બાળકોનો સ્ક્રીન ટાઇમ મેનેજ કરી શકે છે. આ એપ વિશે કંપનીએ માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી.
માઇક્રોસૉફ્ટએ આ ફેમિલી સેફ્ટી એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે પણ રિલીઝ કરી દીધી છે. આ એપની મદદથી પેરેન્ટ્સને માત્ર બાળકોનો સ્ક્રીન ટાઇમ જ નહીં પણ તે શું કરી રહ્યાં છે તે પણ જોઇ શકાશે.
આ ફેમિલી સેફ્ટી એપમાં લૉકેશન શેરિંગ ફિચરની સાથે સાથે ફિઝીકલ સેફ્ટી ફિચરની સાથે સાથે સેફ ડ્રાઇવિંગ પણ આપવામાં આવ્યા છે. માઇક્રોસૉફ્ટનું કહેવુ છે કે એપની મદદથી બાળકોની દરેક એક્ટિવિટી પર માતાપિતા નજર રાખી શકશે. કોઇપણ વાતચીતનો ભાગ બની શકે છે. એપ યૂઝરને ડેટા મેનેજ કરવાની પણ પરમીશન આપશે.
સ્ક્રીન ટાઇન લિમીટનુ સેટિંગ વિન્ડોઝ અને એક્સબૉક્સ ડિવાઇસ, સ્પેશિફિક એપ્સ કે ગેમ્સ પર લાગુ થશે. કંપનીએ એક બ્લૉગમાં કહ્યું કે અમારી પાસે હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસમાં બહુ ઓછા યૂઝર્સ છે. તમે એપમાં સાઇન અપ કરો અને પોતાના એક્સપીરિયન્સના આધારે ફિડબેક આપો. આનાથી પ્રૉડક્ટને શેર આપવામાં મદદ મળશે.
Microsoftએ લૉન્ચ કરી ફેમિલી સેફ્ટી એપ, બાળકોની દરેક એક્ટિવિટી પર રાખી શકાશે નજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2020 01:18 PM (IST)
માઇક્રોસૉફ્ટએ આ ફેમિલી સેફ્ટી એપને એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે પણ રિલીઝ કરી દીધી છે. આ એપની મદદથી પેરેન્ટ્સને માત્ર બાળકોનો સ્ક્રીન ટાઇમ જ નહીં પણ તે શું કરી રહ્યાં છે તે પણ જોઇ શકાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -