નવી દિલ્હીઃ મોબાઇલ ફોનનો ઉપયોગ આજકાલ દરેક વ્યક્તિ કરી રહ્યો છે. પરંતુ તેનાથી કેટલાક જોખમો પણ ઉભા થાય છે. તેના વિશે ખાસ કોઇને ખબર નથી હોતી. જો તમે હૉસ્પીટલના ICU એટલે કે ઇન્ટેન્સિવ કેર યૂનિટમાં મોબાઇલ લઇને જતા હોય તો મોટુ નુકશાન થઇ શકે છે. કેમકે આ વૉર્ડ એકદમ સંવેદનશીલ હોય છે.

ICUમાં દર્દીઓને ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી બચાવવા માટે રાખવામાં આવે છે. જેથી તે જલ્દી સાજા થઇ શકે. પરંતુ જો તમે મોબાઇલ ફોન લઇને જાઓ તો તમારા મોબાઇલ ફોનથી ત્યાં બેક્ટેરિયા અને વાયરસ ફેલાઇ શકે છે.

શું થઇ શકે છે નુકશાન.
એક રિસર્ચ અનુસાર, હૉસ્પીટલના ICUમાં મોબાઇલ ફોન લઇ જવો કે તેનો ઉપયોગ કરવો દર્દીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. જેના કારણે ડૉક્ટરો અને બીજા લોકોને ICUમાં મોબાઇલ લઇ જવા પર સખ્તી રાખવામાં આવે છે. એક રિસર્ચ પ્રમાણે 100માંથી 56 ડૉક્ટરોના મોબાઇલમાં બેક્ટેરિયા અને વાયરસ મળ્યા હતા. આમાંથી કેટલાક હાનિકારક તો કેટલાક જોખમી હતા. મોટા ભાગના બેક્ટેરિયા એન્ટીબાયૉટિક દવાઓ સામે લડવાની ક્ષમતા વધારી ચૂક્યા હતા, એટલે કે તેમના પર એન્ટીબાયૉટિક દવાઓ બેઅસર હતી.

ખાસ વાત છે કે યુરોપના દેશોમાં પાબંદી મોબાઇલમાંથી નીકળતા તરંગોને લઇને લગાવવામાં આવી છે, કેમકે મોબાઇલ ફોનના તરંગોના એક મીટરના દાયરામાં આવવા પર મેડિકલ તપાસની કેટલીય મશીનોમા ગરબડીઓની આશંકા થાય છે.