તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઇયરફોનથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી છે, રિપોર્ટ અનુસાર, ઇયરફોનના વધુ ઉપયોગથી કાનમાં દુઃખાવો અને સાંભળાવી ક્રિયા મંદ પડી જાય છે.
મગજ પર કરે છે અસર
લોકો કલાકો સુધી હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરે છે, આવા ઉપયોગથી કાનને જ નહીં પરંતુ તેનાથી મગજ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. કેમકે ઇયરફોનમાંથી નિકળતા ચુંબકીય તરંગો મગજની કોશિકાઓ પર ખરાબ અસર કરે છે. એવામાં વધુ સમય સુધી ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથામાં દુખાવો, ઊંઘ ન આવવાની સમસ્યા, કાનમાં દુખાવો અને ડોકના કોઇ ભાગમાં દુખાવો થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઇયરફોનથી બેક્ટેરિયાનુ જોખમ
ઇયરફોનનો ઉપયોગ વખતે તેમાં રહેલા બેક્ટેરિયા તમને નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે તમે તેને પોતાના કાનમાં તેને લગાઓ છો ત્યારે આ બેક્ટેરિયાના કારણે કાનમાં સંક્રમણ થવાની શક્યતા પણ વધી જાય છે.
ઇયરફોનથી સંક્રમણ વધશે
ઘણીવાર લોકો ઇયરફોન એકબીજા સાથે શેર કરતા હોય છે, જ્યારે તમે ઇયરફોન કરો છો ત્યારે અન્યનું સંક્રમણ તમારા કાન સુધી પહોંચીને તમને પણ નુકશાન પહોંચાડી શકે છે.
કાનમાં ઓછું સંભળાવું
ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કાનમાં બહેરાશ લાવી શકે છે. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે, જે સતત ઇયરફોન લગાવીને સાંભળવાથી ધીમે-ધીમે 40 થી 50 ડેસિબલ જેટલી ઓછી થઇ જાય છે. ત્યારે કેટલાક કેસમાં આ બહેરાશનું કારણ પણ બની શકે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ