સંભવિત સ્પેશિફિકેશન્સ....
મોટોરોલા મોટો જી 5Gમાં 6.7 ઇંચની ફૂલ એચડી+ (1080x2400 पिक्सल) LTPS ડિસ્પ્લે હશે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર, સાથે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપાવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી સપોર્ટની વાત કરીએ તો આમાં 5G, NFC, બ્લૂટૂથ 5.1, વાઇ-ફાઇ 802.11 એસી, યુએસબી ટાઇપ સી પોર્ટ અને જીપીએસ પોર્ટ આપવામાં આવ્યા છે.
ફોનનો કેમેરો
મોટો G 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનુ છે. ફોનમાં 8 મેગાપિક્સલ વાઇડ એન્ગલ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યુ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
આ હોઇ શકે છે કિંમત
યુરોપમાં આ ફોનના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 299.99 યૂરો એટલે કે 26,300 રૂપિયા હતી. માનવામાં આવે છે કે ભારતમાં આ ફોનને આટલી જ કિંમતે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં તમને વૉલ્કેનિક ગ્રે, ફ્રૉસ્ટેડ સિલ્વર કલર ઓપ્શન મળી શકશે.