Phone Mistakes To Avoid: જો તમારે ફોન લાંબા સમય સુધી વાપરવો હોય, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ભલે તમારી પાસે નવો ફોન હોય, પરંતુ જો આ વાતોનું ધ્યાન રાખવામાં નહીં આવે, તો તે જલ્દી જૂના ફોનની જેમ બગડી શકે છે. ફોન હેન્ડલિંગથી લઈને નિયમિત સોફ્ટવેર અપડેટ સુધીની બાબતો મહત્વની છે. ચાલો જાણીએ કે ફોનને ખરાબ થતો બચાવવા કઈ ભૂલો ટાળવી જોઈએ.

1. બેટરીને સાવ ડિસ્ચાર્જ કરી દેવી

ઘણા લોકો ફોનની બેટરી સાવ પૂરી થઈ જાય અને 'ઝીરો' થાય ત્યારે જ ફરી ચાર્જ કરે છે. તેને 'ડીપ ડિસ્ચાર્જ' કહેવામાં આવે છે. જો તમે આવું કરતા હોવ, તો તેનાથી બચવું જોઈએ. આમ કરવાથી બેટરી જલ્દી ખરાબ થવા લાગે છે. સતત આવું કરવાથી બેટરી પાવર હોલ્ડ કરી શકશે નહીં અને તેની લાઈફ ઘટી જશે.

2. એપ્સ અને સોફ્ટવેર અપડેટ ન કરવા

તમારી પાસે નવો ફોન હોય કે જૂનો, સોફ્ટવેર અપડેટને ક્યારેય ઈગ્નોર (અવગણશો) નહીં. તેનાથી માત્ર નવા ફીચર્સ જ નથી મળતા, પણ ફોનની સિક્યોરિટી પણ મજબૂત બને છે. સોફ્ટવેર અપડેટ ન કરવાથી ફોન પર સાયબર એટેકનું જોખમ વધી જાય છે. આ જ રીતે એપ્સને પણ સમયાંતરે અપડેટ કરતા રહેવું જરૂરી છે.

Continues below advertisement
Continues below advertisement

3. પાસવર્ડ પ્રોટેક્શન હટાવી દેવું

તમારા ફોન પર હંમેશા પાસવર્ડનો ઉપયોગ કરો. જો તમને પાસવર્ડ નાખવો કંટાળાજનક લાગતો હોય, તો ટચ આઈડી (Touch ID) અથવા ફેસ આઈડી (Face ID) એક્ટિવેટ કરી લો. અત્યારે ફોનમાં એવા ઘણા ફંક્શન્સ આવે છે જે પાસવર્ડ વગર કામ નથી કરતા. પાસવર્ડ રાખવાથી તમારા ફોટા, વીડિયો, ફાઇલ્સ અને ડેટા સુરક્ષિત રહે છે.

4. પબ્લિક વાઈ-ફાઈ પર સંવેદનશીલ માહિતીનો ઉપયોગ

જો તમે વારંવાર કેફે, એરપોર્ટ કે મોલ્સ જેવી જગ્યાઓએ જતા હોવ, તો ત્યાંના પબ્લિક વાઈ-ફાઈ (Public Wi-Fi) નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પબ્લિક વાઈ-ફાઈ પર ક્યારેય બેંકિંગ એપ્સ વાપરવી નહીં કે સોશિયલ મીડિયા લોગ-ઈન કરવું નહીં. પબ્લિક વાઈ-ફાઈ પર સુરક્ષા હોતી નથી અને કોઈ પણ તમારી સંવેદનશીલ વિગતો ચોરી શકે છે.