ડેસ્કટૉપ કૉલિંગને વધુ ઉપયોગી બનાવવા માટે વૉટ્સએપે એ નક્કી કર્યુ છે કે આ પોટ્રેટ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન બન્ને માટે મૂળ રીતે કામ કરે. ફેસબુકની સ્વામિત્વ વાળી કંપની વૉટ્સએપે એક નિવેદનમાં કહ્યું કે, આ તમારા કૉમ્પ્યુટર સ્ક્રીન પર એક રિસાઇજેબલ સ્ટેન્ડઅલૉન વિન્ડો દેખાય છે, અને હંમેશા ટૉપ પર રહે છે. જેથી તમે ક્યારેય પણ ઓપન વિન્ડોઝમાં પોતાની વીડિયો ચેટને બ્રાઉઝર ટેબ કે સ્ટેકમાં ના ખોવો.
કંપનીએ કહ્યું - વૉટ્સએપ પર વૉઇસ અને વીડિયો કૉલ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ છે, એટલા માટે વૉટ્સએપ તેને સાંભળી કે દેખી નથી શકતુ. ભલે તમે ફોને કે કૉમ્પ્યુટરમાંથી કૉલ કરો. વૉટ્સએપે કહ્યું કે તે ભવિષ્યમાં ગૃપનુ વૉઇસ અને વીડિયો કૉલ સામેલ કરવા માટે આ સુવિધાનો વિસ્તાર કરશે.
વૉટ્સએપે તાજેદરમાં જ વૉટ્સએપ વેબ અને ડેસ્કટૉપ માટે એક નવી સુરક્ષા સુવિધા રૉલઆઉટ કરવાની જાહેરાત કરી છે. જેમાં ડિવાઇસને લિન્ક કરતી સમયે ફેસ અને ફિંગરપ્રિન્ટ અનલૉક સામેલ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું- જ્યારે તમે પોતાના વૉટ્સએપ એકાઉન્ટને કૉમ્પયુટર સાથે જોડવા ઇચ્છો છો, તો આ સુરક્ષાની એક અતિરિક્ત પરત જોડે છે.