Earn from Facebook and Instagram: આજકાલો લોકો પોતાના સ્માર્ટફોન પર ફેસબુક (Facebook), ટ્વીટર (Twitter), ઇન્સ્ટાગ્રામ (Instagram) જેવી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સૌથી વધુ સમય વિતાવી રહ્યાં છે. કેટલાય લોકો પોતાના વીડિયો રીલ્સ (Reels) બનાવીને પણ આમાં શેર કરી રહ્યાં છે. હવે આ કન્ટેન્ટ ક્રિએટર્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગે એક ખુશખબરી આપી છે.


ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે પોતાના અધિકારીક પેજ પર એક વિસ્તૃત પૉસ્ટમાં કહ્યું કે કંપની 2024 સુધી ફેસબપુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઇપણ રેવન્યૂ શેરિંગ રોક લગાવી દેશે, આમાં પેડ ઓનલાઇન ઇવેન્ટ, સબ્સક્રિપ્શન, બેઝ અને બૂલેટિન સામેલ છે. ઝકરબર્ગે સાથે જ પોતાના બન્ને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પૈસા કમાવવા માટે એક નવી રીતનુ પણ એલાન કરી દીધુ. ઝકરબર્ગે કહ્યું કે, આ સુવિધાઓ ‘Creatorsને મેટાવર્સને બનાવવામાં મદદ કરશે. 


જાણો શું છે નવુ ફિચર્સ ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી કન્ટેન્ટ ક્રિએટર્સ કઇ રીતે કમાણી કરી શકશો............... 


1. Monetizing Reels: - 
કંપની ફેસબુક પર ક્રિએટર્સ માટે રીલ્સ પ્લે બૉનસ પ્રૉગ્રામ ખોલી રહી છે, જે ક્રિએટર્સને પોતાના ઇન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ક્રૉસ-પૉસ્ટ કરવા અને તને ત્યાંથી પણ મૉનેટાઇઝ કરવાની સુવિધા આપશે. 


2.Interoperable Subscriptions: - 
આ ફિચરને પેમેન્ટ કરનારા પોતાના સબ્સક્રાઇબરને બીજા પ્લેટફોર્મ પર સબ્સક્રાઇબર -ઓનલી ફેસબુક ગૃપ્સ સુધી પહોંચ આપશે. 


3.Facebook Stars: - 
આ ઉપરાંત કંપની તમામ ક્રિએટર્સ માટે સ્ટાર્સ નામનુ એક ટિપિંગ ફિચર શરૂ કરવા જઇ રહી છે, જેથી વધુમાં વધુ લોકો પોતાના રીલ, લાઇવ કે ઓન ડિમાન્ડ વીડિયોથી કમાણી શરૂ કરી શકે. 


4.Creator Marketplace : - 
ઝકરબર્ગે સાથે બતાવ્યુ કે મેટાએ ઇન્સ્ટાગ્રામ પર એક સેટ પ્લેસનુ ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે, જ્યાં ક્રિએટર્સની શોધ અને પેમેન્ટ કરી શકે, અને ત્યાં બ્રાન્ડ નવા પાર્ટનરશીપ અવસરોને શેર કરી શકે. 


5.Digital Collectibles: - 
ઝકરબર્ગે કહ્યું કે કંપની ક્રિએટર્સ માટે ઇન્સ્ટાગ્રામ પર ડિસ્પ્લે NFT માટે સપોર્ટનો વિસ્તાર કરી રહી છે. ઝકરબર્ગે આગળ કહ્યું કે, યુએસ ક્રિએટર્સના એકા નાના ગૃપની સાથે શરૂ કરતા અમે આ સુવિધાને જલદી ફેસબુક પર પણ લાવીશું, જેથી લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રૉસ પૉસ્ટ કરી શકે.