નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રસંગે કેટલીય કંપનીઓએ પોતાના સિલેક્ટેડ હેન્ડ઼સેટ્સના ભાવમાં જોરદાર ઘટાડો કરી દીધો છે. હવે આ કડીમાં નોકિયાએ પણ પોતાના મિડ રેન્જના દમદાર ફોનની કિંમતોમાં જોરદાર ઘટાડો કર્યો છે. કંપનીએ Nokia 5.3ના બન્ને વેરિએન્ટ્સની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે, આમાં 1000 રૂપિયા સુધીની કિંમત ઓછી કરવામાં આવી છે. જાણો કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે....


આ છે નવી કિંમત....
નોકિયા 5.3ના 4GB રેમ 64GB સ્ટૉરેજ વેરિએન્ટને 13,999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. વળી હવે આ ફોનને 12999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત 6GB રેમ 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 15,499 રાખવામાં આવી હતી, પરંતુ હવે આ મૉડલને માત્ર 14,999 રૂપિયા ખરીદી શકાય છે, ફોનને ત્રણ કલર વેરિએન્ટમાં Cyan, Sand અને Charcoal અવેલેબલ છે.

(પ્રતિકાત્મક તસવીર)

Nokia 5.3ના સ્પેશિફિકેશન્સ....
Nokia 5.3માં 6.55 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 665 ચિપસેટ લગાવવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. 4000 mAh2 પાવરની બેટરી આપવામાં આવી છે. આમાં ક્વૉડ કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે. આની સાથે આમાં પ્રાઇમરી સેન્સર કેમેરા 13 MP, મેન લેન્સ 2 MP ડેપ્થ સેન્સર, 5 MPની અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર અને 2 MPનો મેક્રો સેન્સર કેમેરા મળશે. આ ફોનમાં 8 MP નો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ફોનની પાછળની બાજુએ એક સર્ક્યૂલર પેનલની ઠીક નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર લાગેલુ છે.