નવી દિલ્હીઃ એચએમડી ગ્લૉબલ બહુજ જલ્દી નોકિયાના નવા સ્માર્ટફોન્સ લૉન્ચ કરવાની છે. ગયા અઠવાડિયે કંપનીએ નોકિયા 9.3 પ્યૉરવ્યૂ, નોકિયા 7.3 અને નોકિયા 6.3ના ફિચર્સ લૉન્ચ કરવાની માહિતી આપી હતી. આમાં નોકિયા 2.4 અને નોકિયા 8.3 5જી પણ સામેલ છે. ખાસ વાત છે કે આ બધા સ્માર્ટફોન સપ્ટેમ્બરના કે પછી આ વર્ષના અંત સુધી લૉન્ચ થશે.



નોકિયા 2.4
ઓફિશિયલ લૉન્ચ પહેલા કેટલીય વાર જોવામાં આવ્યુ છે કે, નોકિયા 2.4 એન્ટ્રી લેવલ અને બજેટ સેગમેન્ટનો મોબાઇલ છે. માનવામાં આવે છે કે આની ડિસ્પ્લે 6.5 ઇંચની એચડી હશે, આમાં 2જીબી રેમ પણ હશે. ઉપરાંત ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક હેલિયો 922 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. એટલુ જ નહીં આમાં ત્રણ કેમેરા હશે.

નોકિયા 9.3 પ્યૉરવ્યૂ અને નોકિયા 7.3
આ પહેલા પણ આ બન્ને ફોનની જાણકારી લીક થઇ ચૂકી છે. નોકિયા 9.3 પ્યૉરવ્યૂમાં પાંચ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. વળી નોકિયા 7.3 એક મીડ રેન્જ ફોન છે. આ બન્ને ફોન યૂઝર્સને ખુબ પસંદ આવી શકે છે.

નોકિયા 6.3
આ ઉપરાંત નોકિયા 6.3 વિશે કહેવાય છે કે આમાં કંપની સ્નેપડ્રેગન 700 સીરીઝ ચિપ આપી શકે છે. આમાં કેમેરામાં મેક્રો સેન્સર્સ પણ આપવામાં આવી શકે છે. આ મૉડલની કિંમત 20600ની આસપાસ હશે.

નોકિયા 8.3 5જી
આ સ્માર્ટફોન રશિયન સર્ટિફેકેશન વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે. કંપની આ મોબાઇલમાં 6.8 ઇંચની ડિસ્પ્લે સાથે ઉતારી શકે છે. આમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હશે. આની સાથે કેટલાક સારા ફિચર્સ આ મોબાઇલમાં આવી શકે છે.