નવી દિલ્હીઃ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે પોતાના સૌથી વધુ પૉપ્યુલર અને સૌથી વધુ વેચાનારો ગેલેક્સી A51 સ્માર્ટફોનની કિંમત ઘટાડી દીધી છે. પરંતુ કંપનીએ આના 6જીબી વેરિએન્ટની કિંમત ઓછી નથી કરી, આ ફોન હજુ પણ 25250 રૂપિયામાં જ મળી રહ્યો છે.


કંપનીએ ગેલેક્સી A51ના 8જીબી રેમ વેરિએન્ટની કિંમતમાં 1000 રૂપિયા ઘટાડો કરી દીધો છે. મે મહિનામાં કંપનીએ આનુ 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટ લૉન્ચ કર્યુ હતુ, જેની કિંમત 27999 રૂપિયા રાખી હતી. પરંતુ હવે આની કિંમત 26999 રૂપિયા થઇ ગઇ છે.

આ ફોનમાં 3 કલર ઓપ્શન મળશે, જેમાં પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વ્હાઇટ અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ સામેલ છે. ફોનના નવા વેરિએન્ટનુ વેચાણ ઓફલાઇન સ્ટોર્સની સાથે સાથે ઓનલાઇન પણ શરૂ થઇ ચૂક્યુ છે.

આ ફોનમા બેસ્ટ કેમેરા, ડિસ્પ્લે, પ્રૉસેસરની સાથે બીજા સારા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ખાસ વાત છે કે સેમસંગનો આ ગેલેક્સી A51 ફોન સસ્તો થયો છે, અને હવે તેની સીધી ટક્કર વીવો કંપનીના વીવો V19 સાથે થશે. વીવોના આ ફોનની કિંમત પણ 27990 રૂપિયા છે. બન્ને સ્માર્ટફોન દમદાર ફિચર્સ સાથે માર્કેટમાં અવેલેબલ છે.