iPhone 13 Best Deal In Flipkart: જો તમે Appleનો લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 13 ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો તમારી પાસે એક જબરદસ્ત મોકો છે. ફ્લિપકાર્ટ એન્ડ ઓફ સિઝન સેલ શરૂ થઇ ગયો છે, જેમાં તમે કેટલીય બ્રાન્ડ પર બેસ્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને એકદમ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ કે કઇ રીતે iPhone 13ને 22 હજાર રૂપિયાથી વધુના ડિસ્કાઉન્ટ પર ઘરે લઇ જઇ શકાય છે. 


અહીં અમે iPhone 13ના 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટની વાત કરી રહ્યાં છીએ, જેને 79,900 રૂપિયાની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ એન્ડ ઓફ સિઝન સેલમાં 7%ની છૂટ બાદ આ સ્માર્ટફોનને 73,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જો તમે આને ખરીદતા સમયે એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 10% એટલે કે 750 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમે iPhone 13ને 73,249 રૂપિયામાં ઘરે લઇ જઇ શકશો. 


22 હજાર રૂપિયાથી વધુની છૂટ માટે શું કરવુ ?
હવે સવાલ એ છે કે તમારે iPhone 13 પર કઇ રીતે 22 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. ખાસ વાત છે કે આ ફોન પર એક્સચેન્જ ઓફર પણ ચાલી રહી છે., જી હા, જો તમે તમારા જુના ફોનને એક્સચેન્જ કરીને આને ખરીદો છો, તો તમારે 15,500 રૂપિયા સુધીની બચતનો ફાયદો મળી શકે છે. આ તમામ ઓફરને સતત આ ફોનની કિંમત 57,749 રૂપિયા થઇ જશે, અને તમે આ રીતે પોતાના મનપસંદ પર 22,151 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. 


iPhone 13નો કેમેરો છે શાનદાર -
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


iPhone 13ની સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે.