નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ, વૉડાફોન-આઇડિયા અને એરટેલ જેવી કંપનીઓની પાસે ભલે પ્રીપેડ પ્લાનનુ એક લાંબુ લિસ્ટ હોય, પરંતુ કિંમતના મામલામાં આ સરકારી કંપની બીએસએનએલને ટક્કર નથી આપી શકતી. અમે આજે તમને અહીં BSNLના એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને ફક્ત 3 રૂપિયાના ખર્ચમાં 1 જીબી ડેટાની સુવિધા આપે છે. જાણો પ્લાન વિશે..........
BSNLનો 347 રૂપિયા વાળો પ્લાન -
બીએસએનએલનો આ બાકી કંપનીઓને જબરદસ્ત ટક્કર આપતો પ્લાન છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આની સાથે દરરોજ 2 જીબી હાઇસ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્ય છે, એટલે કે કુલ ડેટા 112 જીબી થઇ જાય છે. આ રીતે 1 જીબી ડેટાની કિંમતને કાઢીએ તો લગભગ 3 રૂપિયા (347÷112) થાય છે. ડેટા ઉપરાંત પ્લાનમાં અલલિમીટેડ કૉલિંગ, 100 SMS, અને ગેમિંગની સુવિધા પણ છે.
બાકી કંપનીઓ શું ઓફર કરી રહી છે -
જો આપણે બાકી કંપનીઓની સરખામણી કરીએ તો રિલયાન્સ જિઓ 479 રૂપિયામાં તમને 56 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનમાં તમને ડેટા પણ દરરોજ 1.5 જીબી મળે છે. કુલ ડેટા જોઇએ તો 84 જીબી થઇ જાય છે, જે બીએસએનએલ પ્લાનથી 28 જીબી ઓછો છો. પ્લાનમાં કૉલિંગ, એસએમએસ અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન જેવી સુવિધાઓ છે.
એરટેલની વાત કરીએ તો તેની પાસે આ પ્રાઇસ રેન્જમાં 359 રૂપિયાનો પ્લાન છે, જેમાં 28 દિવસ માટે દરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 56 જીબી ડેટા થઇ જાય છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સાથે, 100 SMS અને Prime Video મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો......
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ
Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન
ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા