રિપોર્ટ છે કે કંપની આગામી 14 ઓક્ટોબરે એક ઇવેન્ટ કરી રહી છે, અને વનપ્લસ 8ટી 5જી ફોનની સાથે સાથે કેટલીક ખાસ પ્રૉડક્ટ્સને પણ માર્કેટમાં ઉતારી રહી છે. જેમાં એક નવુ 65ડબ્લ્યૂ ચાર્જર, એક નવા ઇયરબર્ડ્સ, અને બીજી કેટલીય પ્રૉડક્ટ્સ સામેલ છે. કંપનીએ ઓડિયો પ્રૉડક્ટ્સને પણ ટીજ કરી છે. આના વનપ્લસ બડ્ઝ ઝેડ હોવાની વાત કહેવામાં આવી રહી છે. જે વનપ્લસ બડ્ઝ ટ્રૂલી-વાયરલેસ ઇયરફોન્સનુ વર્ઝન હોઇ શકે છે.
લૉન્ચિંગ પહેલી ફિચર રિવિલ
લૉન્ચિંગ પહેલા કંપનીએ વનપ્લસના ફિચર પણ રિવિલ કરવામાં શરૂ કરી દીધા છે. જાણકારી અનુસાર OnePlus 8Tને સ્ટેડઅલૉન સ્માર્ટફોન તરીકે લૉન્ચ કરવાની પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. OnePlus 8Tને માર્કેટમાં અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેલ્ફી કેમેરા સાથે ઉતારવામાં આવી રહ્યો છે. કંપનીએ ટ્વીટર પર કરવામાં આવેલી પૉસ્ટમાં આ વાતની પુષ્ટી કરી છે કે OnePlus 8T અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા સાથે લાવવામાં આવી રહ્યો છે. જોકે કંપનીએ એ વાતનુ રિવિલ નથી કર્યુ કે કયા પ્રકારનુ સેન્સર યૂઝ કરવામાં આવ્યુ છે. એક તસવીર વાયરલ થઇ છે જેમાં કેમેરાથી ક્લિક કરવામાં આવેલી તસવીરને નાઇટ મૉડમાં બતાવવામાં આવી છે.