OnePlus Pad : પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટેની લોકપ્રિય કંપની OnePlusએ 7 ફેબ્રુઆરીએ ક્લાઉડ 11 ઇવેન્ટની જાહેરાત કરી છે. આ ઈવેન્ટમાં કંપની સેમસંગ જેવા ઘણા ડિવાઈસ રજૂ કરવા જઈ રહી છે. સેમસંગની ઇવેન્ટ 1 ફેબ્રુઆરીના રોજ છે. સૌ પ્રથમ ચાલો OnePlus વિશે વાત કરીએ. ત્યાર બાદ તેની ક્લાઉડ 11 ઇવેન્ટમાં કંપની OnePlus 11 5G, OnePlus 11R 5G સ્માર્ટફોન્સ, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds Pro 2 અને OnePlus Mechanicalનું ભવ્ય લોન્ચિંગ કરવા જઈ રહી છે. 


આ લિસ્ટમાં બીજું નામ ઉમેરાયું છે તે છે OnePlus Pad. જો તમે નવું પેડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઇવેન્ટ તમારા માટે પણ ખાસ બની જશે.


કંપનીની સત્તાવાર વેબસાઇટ પર દેખાયુ કંઈક આવુ


જો કે OnePlus એ OnePlus Padના લોન્ચિંગને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે OnePlus Padને કંપનીની ઓફિશિયલ સાઈટ પર OnePlus 11 5Gની લાઈવ લિસ્ટિંગમાં જોવામાં આવ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની 7 ફેબ્રુઆરીના લોન્ચ ઈવેન્ટમાં વનપ્લસ પેડ લોન્ચ કરી શકે છે.


OnePlus Pad 5Gની વિશિષ્ટતાઓ


લીક્સ અનુસાર OnePlus Pad 5Gમાં 12.4-ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે મળી શકે છે. આ ટેબ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવી શકે છે. ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ટેબમાં મળી શકે છે, જેમાં 13MP પ્રાથમિક કેમેરા અને 5MP સેકન્ડરી કેમેરા શામેલ હશે. તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. ટેબની બેટરી 10,900mAh હોઈ શકે છે, જે 45W ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરશે.


samsung અનપેક્ડ ઇવેન્ટ


સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 2023 1 ફેબ્રુઆરી 2023 ના રોજ થવા જઈ રહી છે. ઇવેન્ટમાં સેમસંગ ગેલેક્સી એસ23 સીરીઝની સાથે કંપની સેમસંગ ગેલેક્સી ટેબ એસ9, સેમસંગ ગેલેક્સી બડ્સ 2 અને ગેલેક્સી બુક 3 જેવા ગેજેટ્સ પણ રજૂ કરશે.


ભારત સરકારનો નિર્દેશ- 3G અને 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરે કંપનીઓ; 10 હજારથી ઉપરના તમામ ફોનમાં 5G કનેક્ટિવિટી હશે


મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓએ બુધવારે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેઓએ રૂ. 10,000 કે તેથી વધુ કિંમતના 4G સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો. કંપનીઓ હવે 10 હજારથી વધુ કિંમતના 5G કનેક્ટિવિટી સ્માર્ટફોન જ બનાવશે.


ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MEIT) એ મોબાઈલ ઓપરેટર્સ અને સ્માર્ટફોન નિર્માતાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને 3 મહિનામાં 5G સેવા પર શિફ્ટ થવાનો નિર્દેશ આપ્યો હતો.


ભારતમાં 750 મિલિયન મોબાઈલ યુઝર્સ


ભારતમાં હાલમાં લગભગ 750 મિલિયન મોબાઈલ યુઝર્સ છે. તેમાંથી 100 મિલિયન યુઝર્સ 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, 350 મિલિયન વપરાશકર્તાઓ હજુ પણ 3G અને 4G કનેક્ટિવિટીવાળા સ્માર્ટફોન પર રહે છે. તમામ સ્માર્ટફોન નિર્માતાઓએ કહ્યું કે તેઓ રૂ. 10,000 થી વધુ કિંમતના મોબાઈલમાં 4G અથવા તેનાથી ઓછી કનેક્ટિવિટી ઉમેરશે નહીં.