WhatsApp Tips: જો તમે વૉટ્સએપ પર કોઇપણ મેસેજ વાંચો છો, અને એ પણ નથી ઇચ્છતા કે કોઇ વ્યક્તિને ખબર પડે તો અહીં બતાવવામાં આવેલી બે રીતો તમારા માટે ખુબ કામની છે.  આજકાલ લોકો કૉલ કરવાના બદલે ટેક્સ્ટ મેસેજ કરવાનુ વધુ પસંદ કરે છે. જોકે, કેટલાક લોકો ટેક્સ્ટ મેસેજ અમારી પાસે આવે અને એ બિલકુલ પણ પસંદ નથી કરતાં અમે નથી ઇચ્છતા કે સામે વાળા વ્યક્તિને ખબર પડે કે તેનો મેસેજ વંચાઇ ગયો છે. 


આવુ કરવાની પણ રીત છે. આ રીતને અજમાવવા માટે તમારે કોઇ થર્ડ પાર્ટી એપને ડાઉનલૉડ કરવાની પણ જરૂર નથી. તમે તમારા વૉટ્સએપ સેટિંગમાં જઇને જ આ સેટિંગને ઓન કરી શકો છો. અમે જે રીતની વાત કરીએ રહ્યાં છીએ, તે છે રીડ રિસિપ્ટ કે બ્લૂ ટિક બંધ કરવાની. આનાથી તમે કોઇપણ મેસેજ વાંચી લેશો અને તેને આની ખબર પણ નહીં પડે, કેમ કે બ્લૂ ટિક શૉ નહીં થાય. વૉટ્સએપ પર રીડ રિસિપ્ટને બંધ કરવા માટે સેટિંગ્સમાં જાઓ. અહીં પ્રાઇવસીમાં જઇને રીડ રિસિપ્ટને ઓફ કરી દો. 


જો તમે રીડ રિસિપ્ટ ઓફ કરી દીધુ છે, તો તમે પમ એ નહીં જાણી શકો કે કયા શખ્સે તમારો મેસેજ સીન કર્યો છે. આવામાં કામ થઇ જવા પર તમે રીડ રિસિપ્ટને પાછું ઓન કરી શકો છો.


રીડ રિસિપ્ટથી અલગ એક બીજી રીત પણ છે. તમે વૉટ્સએપને ઓપન કરતા પહેલા તમારા ફોનમાં એરપ્લેન મૉડ ઓપન કરી દો. હવે મેસેજ વાંચી લો, અને પાછુ જઇને એરપ્લેન મૉડ ઓફ કરી દો. આનાથી પણ બ્લૂ  ટિક નહીં જાય. 


 


Tech News: બદલાઇ જશે તમારુ વૉટ્સએપ, આ વર્ષે આ ફિચર્સ આવશે, જુઓ લિસ્ટ..........


સ્ટેટસ પર લગાવો પોતાનો અવાજ - આ વર્ષે વૉટ્સએપમાં સ્ટેટસ પર વૉઇસ નૉટ લગાવવાનું ફિચર આવશે, એટલે કે તમે ઇચ્છો તો તમારો અવાજ પણ સ્ટેટસ તરીકે લગાવી શકશો. હાલમાં વીડિયો, ફોટો અને ટેક્સ્ટને સ્ટેટસ તરીકે લગાવવામાં આવી શકે છે. આ વર્ષે વૉઇસ નૉટ પણ સ્ટેટસ લાગી જશે.




 

પિક્ચર ઇન પિક્ચર મૉડ - આઇઓએસ યૂઝર્સને વૉટ્સએપમાં આ વર્ષે પિક્ચર ઇન પિક્ચર મૉડનું ફિચર મળશે. આ ફિચરથી તમે એક વિન્ડોમાં પણ વીડિયો કૉલ જોઇ શકશો. હાલમાં જો વીડિયો કૉલથી કૉલ બટન પ્રેસ કરો છો, તો તમારો વીડિયો દેખાવવાનો બંધ થઇ જાય છે, પરંતુ આ નવા ફિચરના આવ્યા બાદ તમે વીડિયો નાની એક વિન્ડોમાં જોઇ શકશો. સાથે જ તમે અન્ય કામ પણ આસાનીથી કરી શકશો.














ડેસ્કટૉપ વૉટ્સએપ કૉલ્સ - આ વર્ષે વૉટ્સએપના ડેસ્કટૉપ યૂઝર્સને એપમાં 'કૉલ્સ'નુ ફિચર આપશે. જે રીતે મોબાઇલ ફોનમાં 'કૉલ્સ'નું ઓપ્શન દેખાય છે, તેવી જ રીતે ડેસ્કટૉપ યૂઝરને પણ કૉલ્સનું ફિચર વૉટ્સએપમાં નવા વર્ષે દેખાશે.