રિપોર્ટનું માનવામાં આવે તો સૌથી પહેલા તેને અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે, બાદમાં કંપની તેને વિશ્વના અન્ય દેશો અને ભારતમાં લોન્ચ કરશે. રિપોર્ટનું માનવામાં આવે તો અમેરિકામાં તેની કિંમત આશકે 200 ડૉલર (14,700 રૂપિયા) સુધી હશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે OnePlus પોતાના આ ફોનમાં HD+ ડિસ્પ્લે અને 6,000 mAhની બેટરી સર્પોટ આપશે.
OnePlus Clover ની સ્પેસિફિકેશન
એક રિપોર્ટ અનુસાર OnePlus Clover સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD+ (720x1,560 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવશે. આ સાથે જ તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નૈપડ્રેગન 460 પ્રોસેસરનો ઉપયોગ થશે. તેમાં 4 GB રેમની સાથે 64 GB સુધી ફોનની સ્ટોરેજની ક્ષમતા હશે. જેમાં માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી તેને વધારી શકાશે. આ હેન્ડસેટની એક ખાસીયત તેનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ હશે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે 2 મેગાપિક્સલના બે અન્ય સેન્સર્સ હશે.
Samsung Galaxy M31s સાથે થશે મુકાબલો
નવા OnePlus Clover નો મુકાબલો Samsung ના Galaxy M31s સ્માર્ટફોન સાથે થશે. આ ફોનમાં Samsung એ 6.5 ઈંચની ફુલ એચડી પ્લસ ઈનફિનિટી ડિસ્પ્લે આપી છે. ફોનમાં Samsung ઓક્સિનોઝ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ નવા ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે.