નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે થોડાક સમયમાં ઓનલાઇન શૉપિંગમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વળી, હવે એપલે પણ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર શરૂ કરી દીધો છે. હવે એપલને પોતાના ડિવાઇસને વેચવા માટે થર્ડ પાર્ટી ઇ-કૉમર્સ કંપનીઓનો સહારો નહીં લેવો પડે.


ટિમ કુકે કરી હતી જાહેરાત
એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ભારતમાં જલ્દીજ પોતાના ઓનલાઇન સ્ટૉરની શરૂઆતક કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રૉડક્ટ્સની પુરી રેન્જ અને કસ્ટમર્સનો સીધો સપોર્ટ કરશે, આનો અર્થ છે કે ભારતમાં કસ્ટમર્સ આઇફોન, આઇપેડ, એપલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપલ ટીવીને પણ ખરીદી શકશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઇન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે, જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે, નવી ઓનલાઇન સ્ટૉર ભારતમાં અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે, કેમકે ઓક્ટોબરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. કંપની કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરશે, સાથે સ્ટુડન્ટ્સ ઓફર્સ પણ રજૂ કરશે.

એપલ ઓનલાઇન સ્ટૉરમાં મળશે આ સર્વિસ
એપલ ઓનલાઇન સ્ટૉર હાલ લાઇવ છે પરંતુ ઉત્પાદોને લિસ્ટેડ કરવાનુ બાકી છે. આમાં એપલ સ્પેશિયાલિસ્ટ્સની સાથે શૉપ, ફ્રીમાં નૉ-કૉન્ટેક્ટ ડિલિવરી, તમે કઇ રીતે પેમેન્ટ કરો છો, તમારા જુના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે લીધેલા ઓર્ડર કૉન્ફિગર કરવા જેવા કેટલાય ફિચર લિસ્ટેડ કરવામાં આવ્યા છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમીશન પણ આપશે, જ્યાં કસ્ટમર્સ પોતાના ડિવાઇસ માટે વૉરંટી અને સર્વિસને એક્સસ્ટેન્ડ કરી શકે છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ