નવી દિલ્હીઃ ઓપ્પોએ તાજેતરમાંજ પોતાના બજેટ ફોન ઓપ્પો A15ને ભારતમાં લૉન્ચ કર્યો હતો, હવે આ ફોનની કિંમતમાં કંપનીએ ઘટાડો કર્યો છે. ફોનની કિંમત 1000 રૂપિયા સુધી ઓછી થઇ ગઇ છે. જો તમે સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો આ ફોનને તમે 1000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે, જાણઓ શું છે તેની ઓફર્સ અને કિંમત....


ઓપ્પો A15 કિંમત અને ઓફર્સ
આ ફોન ભારતમાં 10,9900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોન 1000 રૂપિયા ઓછામાં મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે ઓપ્પોનો આ ફોન પેમેન્ટ ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદો છો, તો તમને 1000 રૂપિયા સુધીની છૂટ મળશે.

ઓપ્પો A15ની સ્પેશિફિકેશન્સ
Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે, આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આમાં ઓક્ટા કૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત બીજા સારા ફિચર્સ આ ફોનમાં અવેલેબલ છે.

ઓપ્પો ઓ15નો કેમેરો
ફોટોગ્રાફી માટે ઓપ્પો A15માં ત્રિપલ રિયેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 13MPનું પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર છે, આ ઉપરાંત આના ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,230mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.