નવી દિલ્હીઃ ભારતમાં ચીનની ટેક દિગ્ગજ ઓપ્પો બહુ જલ્દી ભારતમાં પોતાનો દમદાર 5G ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. કેટલાક લીક્સ રિપોર્ટ પ્રમાણે કંપની Oppo A53 5G ફોનને ભારતમાં લૉન્ચ કરી શકે છે.


કંપનીનુ આ 5G મૉડલ છે, અને તેની કેટલીક સ્પેશિફિકેશન્સ દમદાર છે. લીક્સ રિપોર્ટ પ્રમાણે, આમાં 4000 mAhની બેટરી આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત રિપોર્ટ પ્રમાણે, Oppo A53 5G ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે હશે, ફોનમાં QMediaTek MT6853V પ્રૉસેસર અને Android 10 બેઝ્ડ ColorOS ઓપરેટિંગ સિસ્ટમ હશે. ભારતીય માર્કેટમાં આ ફોન બ્લેક, વ્હાઇટ, પર્પલ, સિલ્વર અને રેડ કલર વેરિએન્ટમાં અવેલેબલ થઇ શકે છે.

ચીની કંપની ઓપ્પોએ Inno Day 2020 કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, કંપની આગામી વર્ષમાં ઓપ્પોનો Oppo A53 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે. જેમાં ફૂલ પાથ કલર મેનેજમેન્ટ સિસ્ટમાં આપવામાં આવ શકે છે. આમાં યૂઝર્સને સારામાં સારો વ્યૂઇંગ એક્સપીરિયન્સ મળી શકશે.