નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Oppo F21 Pro અને Oppo F21 Pro 5G લૉન્ચ કરી દીધા છે. ઓપ્પો એફ21 પ્રૉ 4જી સ્માર્ટફોન છે, વળી ઓપ્પો એફ21 પ્રૉ 5જી એક 5જી સ્માર્ટફોન છે. 


Oppo F21 Pro specifications -
આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આમા ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં ફોનમાં 8જીબી રેમ આપવામાં આવી છે, આની ઇન્ટરનલ મેમરી 128 જીબીની છે. વળી, આમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સનો છે, વળી બે કેમેરા 2-2 મેગાપિક્સલના છે, આમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે આમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. વળી આ 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે. 


Oppo F21 Pro 5G specifications - 
આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં ક્વૉલકૉમન સ્નેપડ્રેગન 695 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં ફોનમાં 8 જીબીની રેમ આપવામા આવી છે. આની ઇન્ટરનલ મેમરી 128 જીબીની છે. વળી આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. વળી બે કેમેરા 2-2 મેગાપિક્સલના છે. આમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે આમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે. વળી, આ 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટની સાથે આવે છે. 


Oppo F21 Proની કિંમત 22999 રૂપિયા છે. વળી, Oppo F21 Pro 5Gની કિંમત 26999 રૂપિયા છે. આ સ્માર્ટફોન્સને SBI ના ક્રેડિટ કાર્ડથી અમેઝૉન પરથી ખરીદવા પર 2300 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 3000 રૂપિયા સુધીનુ એક્સ્ટ્રા એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 6 મહિના સુધી વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની પણ ઓફર છે. 


આ પણ વાંચો....... 


દેવધર રોપવે અકસ્માતઃ 'જીવતા રહેવા માટે અમે પેશાબ પીવા તૈયાર હતા', આર્મીના જવાન આવ્યા તો લાગ્યું ભગવાન આવ્યા....


આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો


Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ


Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા


Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત


આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે