સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપોએ Reno 5 અને Reno 5 Pro મોબાઈલને લોન્ચ કર્યા છે. હાલ આ ફોન ભારતમાં લોન્ચ નથી કરવમાં આવ્યા, ચીનમાં લોન્ચ થયા છે. આશા છે કે ચીન બાદ ખૂબ ઓછા સમયમાં આ ફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઓપોના આ બંને સ્માર્ટફોનમાં 5જી ટેકનીક છે. મોડલના હિસાબથી બંનેની કિંમત પણ અલગ-અલગ છે.

Reno 5 અને Reno 5 Pro સ્માર્ટફોનના ફીચર ઘણા ઈમ્પ્રેસિવ છે. તેમાં ઓક્ટાકોર પ્રોસેસર, ક્વૈડ રિયર કેમેરા સેટઅપ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ છે. તેના બેકમાં ત્રણ અને ફ્રન્ટમાં એક કેમેરો આપવામાં આવ્યો છે. ઓપો Reno 5 5G ની કિંમત 8GB+128GB મોડલ માટે આશરે 30,400 રૂપિયા અને 12GB+256GB મોડલ માટે આશરે 33,800 રૂપિયા રાખવામાં આવી છે. ઓપો Reno 5 Pro 5G ની કિંમત 8GB+128GB મોડલ આશરે 38,300 રૂપિયા અને 12GB+256GB મોડલની કિંમત આશરે 42,750 રુપિયા રાખવામાં આવી છે.

OPPO Reno 5 ના ફીચર્સ
OPPO Reno 5માં ડુઅલ નૈનૌ સિમ ચાલશે. આ કલર્સ ઓએસ 11.1 સાથે એન્ડ્રોઈડ 11 પર ચાલશે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.43- ઈંચ ફૂલ HD+OLED ડિસ્પ્લે, સ્નૈપડ્રેગન 765 5G પ્રોસેસર, Adreno 620 GPU અને 12જીબી સુધી રેમ આપવામાં આવી છે. રિયર કેમેરા સેટઅપમાં 64MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા, 2MP મેક્રો કેમેરા અને 2MP મોનો પોટ્રેટ શૂટર આપવામાં આવ્યું છે.

વીડિયો કોલ અને સેલ્ફી માટે ફ્રંટમાં 32MPનો કેમેરો આપવામાં આવ્યો છે. તેની બેટરી 4,350mAh ની છે અને તે 65W સુપર ફાસ્ટ ચાર્જિંગ સર્પોટ આપવામાં આવ્યો છે. સ્ટોરેજ 256જીબી સુધી વધી શકે છે.
Oppo Reno 5 Pro ફીચર્સ

Oppo Reno 5 Pro કલર્સ ઓએસ 11.1 સાથે એન્ડ્રોઈડ 11 પર ચાલશે. જેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઈંચ ફૂલ HD+OLED ડિસ્પ્લે, MediaTek Dimensity 1000+ પ્રોસેસર, G77 MC9 GPU અને 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4,350mAh ની છે અને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરવામાં આવે તો 64MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરા, 2MP મૈક્રો કેમેરા અને 2MP મોનો પોટ્રેટ કેમેરા છે. ફંટ્રમાં 32MP નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.