નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ Reno સીરિઝના નવા Reno 3 અને Reno 3 Pro સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરી દીધાં છે. આ ફોનમાં દમદાર પ્રોસેસર સાથે 5G કેનેક્ટિવિટી સપોર્ટ મળશે સાથે બન્ને સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. જો કે, આ બન્ને સ્માર્ટફોન ભારતમાં હાલમાં લોન્ચ થશે નહીં કારણ કે અહીં હાલમાં 5G નેટવર્ક ઉપલબ્ધ નથી.


Oppo Reno 3 ને બે રેમ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેમાં 8 GB રેમ અને +128 GB ઇન્ટરનલ સ્ટોરેજની કિમત લગભગ 34 હજાર રૂપિયા છે. જ્યારે 12 GB રેમ અને +128 GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત 36 હજાર રાખવામાં આવી છે. આ ફોન મિસ્ટી વ્હાઈટ, મૂન નાઈટ બ્લેક અને બ્લૂ સ્ટેરી નાઈટ કલર ઓપ્શનમાં મળશે.

Oppo Reno 3 ના 8GB રેમ અને +128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિમત લગભગ 40 હજાર રાખવામાં આવી છે. જ્યારે 12GB રેમ અને +256GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત 45 હજાર રાખવામાં આવી છે. આ ફોનનું વેંચાણ 10 જાન્યુઆરી 2020થી શરૂ થશે.

Oppo Reno 3 Pro ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G ચિપસેટ આપવામાં આવ્યું છે. 6.5 ઇંચ ફૂલ એચડી પ્લસ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ક્વાડ કેમેરા સેટઅપ 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રા વાઈડ,13MP ટેલીફોટો લેન્સ અને 2MP મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલ છે.

Oppo Reno 3માં ઓક્ટાકર 7 એનએમ મીડિયાટેક Dimensity 1000એલ 5G એસઓસી આપવામાં આવ્યું છે. 6.4 ઇંચ ટીયૂવી વૉટરડ્રોપ નૉચ ડિસ્પ્લે સાથે એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરા સેટઅપ છે. જેમાં 64 મેગાપિક્સલ સાથે 13,8, 2 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલ છે. આ ફોનમાં 4025 એમએએચ બેટરી સાથે 30 વોટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી સજ્જ છે.