નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર ઓપ્પોએ પોતાનો નવો ફોન ઓપ્પો રેનો 4એસઇને લૉન્ચ કરી દીધો છે. હાલ આ ફોનને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આને બે વેરિએન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. 5જી નેટવર્ક સપોર્ટ વાળા આ ફોનમાં તમને ત્રણ કલર ઓપ્શન મળશે. આમાં ત્રિપલ રિયર કેમરેા સેટઅપ આપવામાં આવ્યો છે, જે તમારા ફોટોગ્રાફી એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવશે.

ઓપ્પો રેનો 4એસઇની સ્પેશિફિકેશન્સ...
Oppo Reno 4 SEમાં 6.43 ઇંચની ફૂલ અચડી+AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. 60Hzના રિફ્રેશ રેટની સાથે આપવામાં આવેલી ડિસ્પ્લેની સ્ક્રીન ટુ બૉડી રેશિયો 90.8 ટકા છે. ફોનમાં ઓક્ટાકૉર મીડિયાટેક Dimensity 720 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત ColorOS 7.2 પર કામ કરે છે. બેટરીની વાત કરીએ તો ફોનમાં 4300mAhની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરા ફિચર્સ
કેમેરાની વાત કરીએ તો ફોટોગ્રાફી માટે ઓપ્પોના આ ફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવી છે. આમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે એક 8 મેગાપિક્સલનો એલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કિંમત
Oppo Reno 4 SEને ચીનમાં 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 2499 યુઆન એટલે લગભગ 27,100 રૂપિયા છે, અને 8 GB રેમ+256 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ વાળા વેરિએન્ટની કિંમત 2799 રૂપિયા એટલે કે લગભગ 30,400 રૂપિયા છે. ચીનમાં ફોનની પ્રી-બુકિંગ શરૂ કરી દેવામાં આવી છે. ફોન સુપર ફ્લેશ બ્લેક, સુપર ફ્લેશ બ્લૂ અને સુપર કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

Oppo Reno 4 SE સ્માર્ટફોનની માર્કેટમાં વનપ્લસના OnePlus Nord ફોન સાથે થશે. કેમકે બન્ને ફોનની સ્પેશિફિકેશન્સ લગભગ એકસરખી જ છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ