એક રિપોર્ટ અનુસાર હાલમાં જ કેટલીક એવી એપ્સની જાણકારી મળી છે જેના કારણે તમારી વ્યક્તિગત જાણકારી અને તમારા એકાઉન્ટની વિગતો લીક થઈ શકે છે. આ તમામ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલ્ધ છે. આ એપ્સને લાખો વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે. ઓપ્ટિમાઈઝેશન ટૂલ (મોબાઈલની સ્પીડ વધારનારી એપ્સ) સમજીને ઘણાં લોકો આ એપ્સને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરતી લેતા હોય છે.
એક ખાની કંપની Trend Micro જે સાઇબર સિક્યોરિટી બેસ્ડ છે અને તેનો દાવો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર 9 નક્લી એપ્સ છે. જ્યારે તમે આ એપ્સને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો છો તો ઓટોમેટિકલી આ એપ્સને તમારા ફેસબુક એકાઉન્ટનું એક્સેસ મળી જાય છે. ત્યાર બાદ તે તમારી વ્યક્તિગત જાણકારી ચોરી શકે છે. આ એપ્સની અંદર માલવેર હોય છે. આ એક પ્રકારનો વાયરસ છે જે તમારી વ્યક્તિગત જાણકારી લીક કરી દે છે.
જો તમારા ફોનમાં આ apps છે તો તેને કરો ડિલીટ
H5 gamebox
LinkWorldVPN
Quick Games-H5 Game Center
Super Clean-Phone Booster,Junk Cleaner&CPU Cooler
Speed Clean-Phone Booster,Junk Cleaner&App Manager
Rocket Cleaner Lite
Shoot Clean-Junk Cleaner,Phone Booster,CPU Cooler
Super Clean Lite- Booster, Clean&CPU Cooler
Rocket Cleaner