Pixel 8 Launch Date: Apple પછી હવે ગૂગલે તેની ફ્લેગશિપ Pixel 8 સીરીઝના લોન્ચ ડેટની જાહેરાત કરી છે. Pixel 8 સીરીઝ 4 ઓક્ટોબરે લોન્ચ થશે. નોંધનીય છે કે ગઈકાલે Appleએ iPhone 15 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે, જે 12 સપ્ટેમ્બર છે.


Pixel 8 લોન્ચ ઈવેન્ટ અમેરિકાના ન્યુયોર્કમાં યોજાશે અને તે ફિઝિકલ હશે. આ દરમિયાન કંપનીના સીઈઓ સુંદર પિચાઈ પણ હાજર રહેશે. ગત વખતની જેમ આ વખતે પણ ગૂગલે તેના Pixel સ્માર્ટફોનની ડિઝાઈન લોન્ચ કરતા પહેલા જ જાહેર કરી દીધી છે. કંપનીએ તાજેતરમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે જે ભારતમાં ઉપલબ્ધ નથી.


જો કે, તે સ્પષ્ટ નથી કે આ ઇવેન્ટમાં વધુ Google હાર્ડવેર લોન્ચ કરવામાં આવશે કે નહીં. સામાન્ય રીતે Google તેની હાર્ડવેર ઇવેન્ટ્સમાં અન્ય ઘણા ઉત્પાદનો પણ લૉન્ચ કરે છે જેમાં Fitbit અને Nest ના ડિવાઇસ પણ શામેલ છે.


Pixel 8 સાથે Pixel સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય કંપની Pixel Buds A સીરીઝ અને Pixel Buds Proના નવા વર્ઝન પણ લોન્ચ કરી શકે છે. Pixel 8 iPhone 15ના થોડા અઠવાડિયા પછી આવશે તેથી તે Apple માટે પડકાર બની શકે છે.


Pixel 8 સીરિઝમાં નવું શું હશે?


Pixel 8 સીરિઝની ડિઝાઇન Pixel 7 સીરિઝ જેવી જ છે. હાર્ડવેરની વાત કરીએ તો આ વખતે કંપની દ્વારા tensor ચિપસેટનું નવું વર્ઝન આપવામાં આવશે અને કેમેરા સિસ્ટમ પણ નવી હશે.


જો કે બેઝ મોડલમાં માત્ર જૂના કેમેરા લેન્સ આપવામાં આવે તેવી અપેક્ષા છે, પરંતુ કંપની પ્રો મોડલમાં નવા કેમેરા સેન્સર આપી શકે છે. Pixel સ્માર્ટફોન તેની કેમેરા ક્વોલિટી માટે જાણીતો છે, તેથી જે લોકો તેમના ફોનમાં સારો કેમેરો ઈચ્છે છે તેઓ ખાસ કરીને Pixel સ્માર્ટફોન વિશે ઉત્સાહિત છે.


નોંધનીય છે કે ટેક દિગ્ગજ એપલ બહુ જલદી પોતાની નવી આઇફોન સીરીઝ લૉન્ચ કરવામાં જઇ રહી છે. iPhone 15 સીરીઝને (iPhone 15 series) લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો. Appleએ આ ઉપકરણોના લૉન્ચ ઇવેન્ટની તારીખ જાહેર કરી છે. કંપની 12 સપ્ટેમ્બરે Wanderlust ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. આ ઈવેન્ટ યુટ્યુબ (YouTube) અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે. બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર, આ ઇવેન્ટ ભારતમાં રાત્રે 10:30 વાગ્યાથી જોઈ શકાશે. કંપનીએ આ અંગે આમંત્રણ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. કંપની આ ઇવેન્ટમાં વૉચ સીરીઝ 9 પણ લૉન્ચ કરશે