Nothing Phone (1) Pre Order Begins on Flipkart in India: છેલ્લા કેટલયા દિવસોથી સ્માર્ટફોન બ્રાન્ડ નથિંગ (Nothing) પોતાનો પહેલા એવા આરપાર જોઇ શકાય એવા સ્માર્ટફોન Nothing Phone (1)ને લઇને ચર્ચામાં છે. જો તમે આ ફોનને ખરીદવા માટે વિચારી રહ્યાં છો તો તમારો ઇન્તજાર ખતમ થઇ ગયો છે, કેમ કે Nothing Phone (1)ની પ્રી-ઓર્ડરની શરૂઆત થઇ ગઇ છે, જાણો ફોન વિશે તમામ માહિતી..... 


શરૂ થયા Nothing Phone (1)ના પ્રી ઓર્ડર - 
Nothing Phone (1) ને હવે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી પ્રી-ઓર્ડર કરી શકાય છે, 1 જુલાઇથી આ સ્માર્ટફોનના પ્રી ઓર્ડર્સની શરૂઆત થઇ ગઇ છે, અને 12 જુલાઇએ લૉન્ચ કરવામાં આવશે. 


પ્રી-ઓર્ડર પાસ લેવાની રીત - 
Nothing Phone (1)ના પ્રી-ઓર્ડર પાસને લઇને તમે આસાનીથી ફોન ખરીદી શકો છો, આ ફોનનુ પ્રી-ઓર્ડર પાસ તમારે ફ્લિપકાર્ટ પરથી ખરીદવો પડશે. જેની કિંમત બે હજાર રૂપિયા છે, અને આ પાસને લઇને તમે ફોનને લૉન્ચ થતાં જ ખરીદી શકો છો. હાલ આ ફોનની કિંમતનો તો ખુલાસો નથી થયો પરંતુ પ્રી-ઓર્ડર પાસથી જ્યારે તમે ફોન લેશો, તેની કિંમતથી 2 હજાર રૂપિયા ઓછા થઇ જશે. 


Nothing Phone 1 Launch: તમે ઘણીબધી પૉપ્યુલર બ્રાન્ડ જોઇ હશે, પણ શું તમે નથિંગ બ્રાન્ડ જોઇ છે, આ બ્રાન્ડનુ નામ કોઇએ લગભગ ક્યારેય નહીં સાંભળ્યુ હોય, પરંતુ હવે આ બ્રાન્ડ એકદમ જ માર્કેટમાં મોટુ નામ બની જવાની છે, કેમ કે આ બ્રાન્ડ હવે પોતાની એકદમ ખતરનાક અને હાઇટેક ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. 


નથિંગ બ્રાન્ડ પોતાનો પહેલો ફોન લૉન્ચ કરી રહી છે અને તેનુ નામ છે નથિંગ ફોન 1 (Nothing Phone 1). આ ફોનને 12 જુલાઇએ લૉન્ચ કરવામા આવશે. આ ફોનની ખાસિયત એ છે કે તેને આરપાર જોઇ શકાય છે. આ ડિવાઇસની જાહેરાત હવે 'રિટર્ન ટૂ ઇન્સ્ટિન્ક્ટ' ઇવેન્ટમાં કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ વેબસાઇડ દ્વારા સાંજે 4 વાગે 8:30pm પર લાઇવ સ્ટ્રીમ કરવામા આવશે. સ્માર્ટફોન વિશે ઘણીબધી અફવાઓ ફેલાઇ રહી છે, પરંતુ આમાં એક ટ્રાન્સપ્રિન્ટ બેક (Transprint Back), વાયરલેસ ચાર્જિંગ (Wireless Charging) અને એક સ્નેપડ્રેગન ચિપસેટ હોવાની પુષ્ટી કરવામાં આવી છે. 


કેમ સૌથી યૂનિક છે આ સ્માર્ટફોન ?
નથિંગ ફોન (1) 2022નો સૌથી ચર્ચિત ફોનમાંનો એક છે. હાઇ એન્ડ ફિચર્સમાં એક ફ્રેસ યુઆઇ અને એક યૂનિક ટ્રાન્સપ્રિન્ટ ડિઝાઇનની સાથે આ હેન્ડસેટ સેમસેગ, વનપ્લસ અને શ્યાઓમીના ફોનને જોરદાર ટક્કર આપી શકે છે. એવી પણ અફવાઓ છે કે આ ભારતમાં પ્રૉડ્યૂસ કરવામાં આવશે, અને આનાથી કંપનીને કમ્પેટિટટર રીતે આની કિંમત નક્કી કરવાની અનુમતિ મળવી જોઇએ. 


હેન્ડસેટમાં ટ્રાન્સપ્રિન્ટ રિયર પેનલ -
નથિન ફોન (1) માં પાતળા બેઝલ્સ, ફ્લેટ એજ અને આ સ્ક્રીન કે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ રીડરની સાથે એક સેન્ટ્રલી એલાઇન્ડ પંચ હૉલ કટ આઉટની સુવિધા હશે. આમાં એક ટ્રાન્સપ્રિન્ટ રિયર પેનલ હશે, જે વાયરલેસ ચાર્જિંગ કૉઇલ, બેટરી અને અન્ય ડિવાઇસના આંતરિક ભાગને બતાવશે. આમાં 6.55 ઇંચની ફૂલ એચડી+ (1080x2400 પિક્સલ) ઓએલઇડી સ્ક્રીન 90 હર્ટ્ઝ કે તેનાથી વધુ રિફ્રેશ રેટની સાથે સ્પોર્ટ કરી શકે છે. 


નથિંગ હેન્ડસેટનો કેમેરો -
નથિંગ ફોન (1)ને ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. જેમાં 50MPનો મેઇલ લેન્સ અને એક અલ્ટ્રા વાઇડ કેમેરા સામેલ હોઇ શકે છે. આ 32MP સેલ્ફી શૂટરને સપોર્ટ કરી શકે છે. 


સ્નેપડ્રેગન 7 Gen 1 SoC પ્રૉસેસરનો મળશે પાવર - 
નથિંગ ફોન (1) માં સ્નેપડ્રેગન 7 Gen 1 SoCની સુવિધા મળી શકે છે. જે કમ સે કમ 8GB રેમ અને 128GB સ્ટૉરેજની સાથે આવે છે, હેન્ડસેટ એન્ડ્રોઇડ 12- બેઝ્ડ નથિંગ ઓએસને બૂટ કરશે. આ વાયર્ડની સાથે સાથે વાયરલેસ ફાસ્ટ ચાર્જિગની સાથે 4,500mAh કે 5,000mAh ની બેટરીની સાથે આવી શકે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી અને ટાઇપ સી પોર્ટ સામેલ હોવાની સંભાવના છે.


નથિંગ ફોન 1 ની કિંમત -
નથિંગ ફોન 1ની કિંમતનો ખુલાસો 12 જુલાઇએ આના લૉન્ચ સમયે કરવામાં આવશે. જોકે ડિવાઇસની કિંમત લગભગ 500 ડૉલર લગભગ 38,800 બતાવવામાં આવી રહી છે.