નવી દિલ્હીઃ ભારત ચીન તણાવની વચ્ચે કેન્દ્ર સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરતા હાલમાં જ 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ એપ્સ બાદ સરકારે વધુ 47 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં યૂઝર્સ ડેટા પ્રાઈવેસીને જોતા સરકારે આ નિર્ણય લીધો છે.


એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવેલ આ 59 અને47 બાદ હવે આવી વધુ 275 એપ્સ સરકારની રડાર પર છે. આ લિસ્ટમાં સૌથી ઉપર PUBG, Xiaomi અને Alibaba જેવા નામો ઉપરાંત Byte Dance, ULike, Capcut, FaceU, Meitu, LBE Tech, Perfect Corp, Sina Corp, Yoozoo Global અને Netease Games સહિત અનેક આવી ચાઇનીઝ કંપનીઓની એપ્સ સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તમામ એપ્સને સરકાર દ્વારા ક્લોઝલી મોનિટર કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, આ 275 એપ્સ દ્વારા પણ ભારતીય યૂઝર્સનો ડેટા લીક થવાની સંભાવના છે. ભારતના સાઇબર સિક્યુરિટીની રક્ષા કરવા માટે સરકાર સતત આ એપ્સ પર નજર રાખી રહી છે.

PUBG ગેમ વિશે વાત કરીએ તો આ એક સાઉથ કોરિયાની ઓનલાઈન વીડિયો ગેમ છે અને આ ગેમને બ્લૂવ્હેલની સહાયક કંપની Battlegroundએ બનાવી છે. ચીનની સૌથી મોટી વીડિયો ગેમ પબ્લિશર ટીસેન્ટમાં આ મોટી હિસ્સેદારી ધરાવે છે. યૂઝર્સ આ ગેમના એટલા બધા addict થયા છે કે ઘણી વખત આ ગેમના ચક્કરમાં લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. માતા પિતા અને અભિભાવકોએ સરકારને આ ગેમ પર પ્રતિબંધ લગાવાવની માગ ઉઠાવી છે.