ઉલ્લેખનીય છે કે કંપની તરફથી પબજી મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારેથી ખબરોનુ બજાર ગરમ છે. હવે InsideSportના એક રિપોર્ટ પ્રમાણે સાઉથ કોરિયન કંપની પબજી કૉર્પોરેશનના ઓફિશિયલે કહ્યું કે, પબજી મોબાઇલ ઇન્ડિયા 2021 માર્ચ સુધી લૉન્ચ કરવામાં આવી શકે છે.
પબજી કૉર્પોરેશનના ઓફિશિયલના હવાલાથી કહેવામાં આવ્યુ છેકે પબજી તરફથી પુરેપુરી કોશિશ કરવામાં આવી રહી છે કે આને ભારતમાં જલ્દીમાં જલ્દી પાછી લાવવામાં આવે, પરંતુ હાલ આ મામલે કોઇ પ્રૉગ્રેસ નથી દેખાઇ રહ્યો. રિપોર્ટમાં પબજી કૉર્પોરેશનના એક અધિકારીનુ કહેવુ છે કે તેમને નથી લાગતુ કે થોડાક મહિનામાં પબજી મોબાઇલને ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
તાજેતરમાં જ એક આરટીઆઇમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલૉજીએ હજુ સુધી પબજી મોબાઇલ ઇન્ડિયાને લૉન્ચ માટે પરવાનગી નથી આપી. જોકે અવારનવાર પબજી ગેમને લઇને આવી રહેલી ખબરોની વચ્ચે કહેવુ મુશ્કેલ છે કે આ આરટીઆઇમાં કેટલી સચ્ચાઇ છે.
થોડાક દિવસો પહેલા પબજી કૉર્પોરેશને એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતુ કે પબજી હવે ભારતમાં પબજી મોબાઇલ ઇન્ડિયાના નામથી વાપસી કરવાની છે.