Realme 9 Pro series launch: Realme એ તેના 2 નવા સ્માર્ટફોન Realme 9 pro અને Realme 9 pro Plus ભારતમાં લોન્ચ કર્યા છે. અહીં અમે તમને આ સ્માર્ટફોનની કિંમતની વિશેષતાઓ અને અન્ય વિગતો વિશે જણાવી રહ્યા છીએ.


Realme 9 Pro Plus


Realme 9 Pro Plusમાં MediaTek ડાયમેન્શન 920 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6 જીબી રેમ સાથે 128 જીબી ઇન્ટરનલ મેમરી અને 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ મેમરી. ફોનમાં 4500mAhની બેટરી છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તે 60 વોટના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. ફોનમાં ચાર્જિંગ માટે ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન ડ્યુઅલ સિમ છે અને બંને સિમ 5G સપોર્ટ કરે છે. તે ગૂગલના એન્ડ્રોઇડ 12 પર કામ કરશે.


Realme 9 Pro Plus ડિસ્પ્લે અને કેમેરો


ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં 6.4 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 2400X1080 પિક્સલ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલ, બીજો કેમેરો 8 મેગાપિક્સલ અને ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.


Realme 9 Pro


Realme 9 Proમાં Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6 જીબી રેમ સાથે 128 જીબી ઇન્ટરનલ મેમરી અને 8 જીબી રેમ સાથે 128 જીબી ઇન્ટરનલ મેમરી. ફોનમાં વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. મતલબ કે તેના 8 જીબી રેમ વેરિઅન્ટની રેમ 5 જીબી સુધી વધારી શકાય છે. આ રીતે આ વેરિઅન્ટની રેમ 13 જીબી સુધીની શઈ શકશે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તે 33W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. ફોનમાં ચાર્જિંગ માટે ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન ડ્યુઅલ સિમ છે અને બંને સિમ 5G સપોર્ટ કરે છે. તે ગૂગલના એન્ડ્રોઇડ 12 પર કામ કરશે.


Realme 9 Pro ડિસ્પ્લે અને કેમેરો


ડિસ્પ્લે વિશે વાત કરીએ તો તેમાં 6.6 ઇંચની ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 2412X1080 પિક્સલ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો, બીજો કેમેરો 8 મેગાપિક્સલનો અને ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.


કિંમત


Realme 9 pro Plus ની શરૂઆતની કિંમત 24999 રૂપિયા છે જ્યારે Realme 9 pro ની શરૂઆતની કિંમત 17999 રૂપિયા છે. Realme 9 pro Plus 21 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે Realme 9 pro 23 ફેબ્રુઆરીથી ખરીદી શકાશે.