Realme એ ભારતમાં વધુ એક સસ્તું 5G લોન્ચ કર્યું છે. આ Realme ફોનને P3 સિરીઝના સૌથી સસ્તા મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનમાં શક્તિશાળી 6000mAh બેટરી, IP64 ડસ્ટ અને સ્પ્લેશ રેટિંગ જેવા ફીચર્સ છે. આ Realme ફોન 32MP કેમેરા સાથે આવે છે. Realme P3 સિરીઝના અન્ય ફોનની જેમ તેમાં પણ ઓછી કિંમતે સારા ફીચર્સ હશે.

Continues below advertisement


Realme P3 Lite 5G ની કિંમત


આ Realme ફોન બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે - 4GB RAM + 128GB અને 6GB RAM + 128GB. તેને ભારતમાં 12,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.  ટોપ વેરિઅન્ટ 13,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ફોન લિલી વ્હાઇટ, પર્પલ બ્લોસમ અને મિડનાઇટ લિલી કલરમાં આવે છે.


આ ફોનનો પહેલો સેલ 22 સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ 12 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનની ખરીદી પર 2,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. લોન્ચ ઓફરમાં આ ફોન 10,499 રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ થશે.


Realme P3 Lite ની વિશેષતાઓ


Realme નો આ સસ્તો ફોન 6.67-ઇંચની મોટી HD+ ડિસ્પ્લેથી સજ્જ છે. ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 720 x 1604 પિક્સેલ છે અને તે 120H હાઇ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરે છે. આ ફોનના ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 625 nits સુધીની છે. આ ફોનના ડિસ્પ્લેમાં રેઇન વોટર સ્માર્ટ ટચ ફીચર આપવામાં આવ્યું છે, જેના કારણે ફોન ભીના હાથે પણ વાપરી શકાય છે. 


Realme એ ભારતીય બજારમાં તેની 'P3' શ્રેણીનો વિસ્તાર કર્યો છે અને ભારતીય બજારમાં પાંચમો સ્માર્ટફોન મોડેલ પણ લોન્ચ કર્યો છે. realme P3, P3x, P3 Pro G અને P3 Ultra 5G પછી, realme P3 Lite 5G ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક ઓછા બજેટનો 5G સ્માર્ટફોન છે જેની કિંમત ફક્ત 10,499 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમતે 4GB RAM + 128GB સ્ટોરેજ ઉપલબ્ધ થશે. તેવી જ રીતે, 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 11,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. 


ભારતીય બજારમાં realme P3 Lite 5G ફોનનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેને કંપનીની વેબસાઇટ તેમજ શોપિંગ સાઇટ Flipkart પરથી ખરીદી શકાય છે. શરૂઆતના સેલમાં તેના પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જેની સાથે આ સસ્તો 5G ફોન ફક્ત 9,499 રૂપિયામાં ખરીદી શકાય છે.