Recharge Plan: ટેલિકૉમ કંપનીઓ યૂઝર્સને કેટલાક શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. જે એક વર્ષ સુધી ચાલે છે. અહીં અમને તમને રિલાયન્સ જિઓ (Reliance Jio), એરટેલ (Airtel) અને વૉડાફોન-આઇડિયા (Vi)ના કેટલાક બેસ્ટ એન્યૂઅલ પ્લાન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને દરરોજ 2.5જીબી ડેટા અને અનલિમીટેડ કૉલિંગ મળશે. ખાસ વાત છે કે આ બે કંપનીઓ યૂઝર્સને વિના કોઇ એક્સ્ટ્રા ચાર્જ 75જીબી એક્સ્ટ્રા ડેટા પણ આપી રહી છે. સાથે આ પ્લાનમાં તમને ડિઝ્ની+હૉટસ્ટાર (Disney+ Hotstar) નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 


રિલાયન્સ જિઓનો 2,999 રૂપિયા વાળો પ્લાન - 
જિઓનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને દરરોજ ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2.5 જીબીના હિસાબે ટૉટલ 912.5 જીબી ડેટા મળશે. પ્લાનમાં કંપની ડેલી 100 ફ્રી એસએમએસની સાથે અનલિમીટેડ કૉલિંગ પણ આપી રહી છે. આ પ્લાનના સબ્સક્રાઇબર એક વર્ષ સુધી ફ્રીમાં ડિઝ્ની+હૉટસ્ટાર મોબાઇલની પણ મજા લઇ શકો છો. જિઓનો આ પ્લાન કંપનીની 6th એનિવર્સરી ઓફરમાં પણ સામેલ છે. આવામાં આ પ્લાનની સાથે તમને કંઇક એકસ્ટ્રા ચાર્જ 75જીબી એડિશનલ ડેટા પણ મળશે. 


એરટેલનો 3359 રૂપિયા વાળો પ્લાન - 
એરટેલનો આ પ્લાન 365 દિવસ સુદી ચાલે છે. આમાં કંપની ડેલી 2.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં દેશભરમાં તમામ નેટવર્ક્સ માટે અનલિમીટેડ કૉલિંગ પણ મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ બેનિફિટની સાથે આવનારા એરટેલની સાથે એન્યૂઅલ પ્લાનમાં તમને એક વર્ષ માટે ડિઝ્ની+હૉટસ્ટાર મોબાઇલનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. પ્લાનમાં સબ્સક્રાઇબર્સને કંપની FASTagની ખરીદી પર 100 રૂપિયાનુ કેશબેક પણ આપી રહી છે.


વૉડાફોન-આઇડિયાનો 3099 રૂપિયા વાળો પ્લાન - 
365 દિવસની વેલિડિટીની સાથેો આવનારા આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટા મળશે. ખાસ વાત છે કે, કંપનીઆ પ્લાનમાં 75જીબી એક્સ્ટ્રા ડેટા પણ ઓફર કરી રહી છે. બાકી બન્ને કંપનીઓના પ્લાન્સની જેમ આમાં તમને ડેલી 100 ફ્રી એસએમએસ અને અનલિમીટેડ કૉલિંગ મળશે. વૉડાફોનનો આ પ્લાન બિન્ઝ ઓલ નાઇટ બેનિફિટની સાથે આવે છે. આમાં તમને રાજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમીટેડ ડેટા મળશે. આ ઉપરાંત આમાં કંપની વીકેન્ડ ડેટા રૉલઓવર પણ આપી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની એક વર્ષનુ ડિઝ્ની+હૉટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન આપી રહી છે.