નવી દિલ્હીઃ ચીની કંપની શ્યાઓમી રેડમી આજે ભારતમાં પોતાનો દમદાર ફોન ઉતારવાની તૈયારીમાં છે, આજે બપોરે કંપની Redmi 9 Powerને ભારતમાં લૉન્ચ કરશે. આને વર્ચ્યૂઅલ ઇવેન્ટ દ્વારા લૉન્ચ કરાશે. ખાસ વાત છે કે આ રેડમી 9 સીરીઝનો અફોર્ડેબલ ફોન છે, અને સાતમો ફોન પણ છે.


Redmi 9 Powerને આમ તો Redmi 9 4જીનુ રિબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યુ છે. વર્ચ્યૂઅલ ઇવેન્ટને કંપનીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કરવામાં આવશે.



Redmi 9 Power ફોન પણ સસ્તો હશે, રિપોર્ટ પ્રમાણે ફોનની સંભવિત કિંમત CNY 999 (લગભગ 11,3.0 રૂપિયા), અને આ ફોનની ભારતમાં 10,999 રૂપિયાની શરૂઆતી પ્રાઇસ હોઇ શકે છે. ફોન 4GB/6GB RAM + 64GB/128GB વેરિએન્ટમાં આવી શકે છે.

Redmi 9 Powerમાં 48MPનો પ્રાઇમરી કેમેરો, અને 8MPનો અલ્ટ્રા વાઇડ સેન્સરના અને 2MPના સેન્સર આપામાં આવી શકે છે. આમાં સેલ્ફી માટે 16MPનો કેમેરો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 6.67 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે હશે.