નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમીએ પોતાનો સૌથી અવેટેડ ફોન રેડમી 9ને આખરે ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનના બે વેરિએન્ટને ભારતમાં લૉન્ચ કર્યા છે. રેડમી 9ની કિંમત 8999 રાખવામાં આવી છે.


કંપનીએ જાણકારી આપી છે કે રેડમી 9 સ્માર્ટફોનને 31 ઓગસ્ટથી ઓનલાઇન શૉપિંગ વેબસાઇટ અમેઝોન ઇન્ડિયા, એમઆઇ ઇન્ડિયા અને એમઆઇ હૉમ સ્ટૉર પરથી ખરીદ શકાશે. રેડમી 9 સ્માર્ટફોનની ભારતમાં સીધી ટક્કર તાજેતરમાં લૉન્ચ થયેલા રિયલમી સી12 સાથે થશે.

રેડમી 9 સ્માર્ટફોનમાં કંપનીએ 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપી છે.રેડમી 9ની સ્ક્રીન વૉટર સ્ટાઇલ નૉચ વાળી છે. સ્માર્ટફોનની બેકપેનલમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાઇમરી લેન્સ 13 મેગાપિક્સલનો છે, જ્યારે 2 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અવેલેબલ છે. સ્માર્ટફોનમાં સેલ્ફી લેવા માટે 5 મેગપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.



આ ઉપરાંત સ્માર્ટફોનમાં મીડિયાટેક G35 ચિપસેટનો યૂઝ કરવામાં આવ્યો છે. ગ્લૉબલ લેવલ પર કંપનીએ પ્રૉસેસર 9C સ્માર્ટફોનમા લગાવ્યુ હતુ. રેડમી 9 સ્માર્ટફોનનુ 4GB રેમ અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટ 8,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે 4GB રેમ અને 128GB સ્ટૉરેજ વેરિએન્ટ 9,999 રૂપિયામાં મળશે. સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી અને 10W ની ફાસ્ટ ચાર્જિગ સુવિધા મળે છે.