નવી દિલ્હીઃ ચીની વીડિયો શેરિંગ એપ TikTok મુશ્કેલીઓ વધુ વધી ગઇ છે. કંપની એક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકી નથી ત્યાં બીજી મોટી મુશ્કેલી આવી ગઇ છે. રિપોર્ટ છે કે કંપનીના નવા સીઇઓએ રાજીનામુ આપી દીધુ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બે વાર આપવામાં આવેલી ચેતાવણી બાદ TikTokના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર કેવિન મેટરે રાજીનામુ ધરી દીધુ છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સ અનુસાર જનરલ મેનેજર વનીસા પપાઝને વચગાળાના સીઇઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. મેયરે ચાર મહિના પહેલા જ પદભાર સંભાળ્યો હતો.

મેયરે ટિકટૉક અને બાઇટડાન્સના કર્મચારીઓને પોતાના નિર્ણય વિશે ગુરુવારે જણાવી દીધુ હતુ. કેવિન મેયરે પોતાના રેજીગ્નેશન લેટરમાં લખ્યું- કે કંપનીના સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફારોએ તેમને પદ છોડવા માટે મજબૂર કરી દીધો. તેમને આગળ લખ્યું કે રાજકીય વર્તુળોમાં ઝડપથી ફેરફાર થયો, મે આ વાતને ધ્યાનમાં રાખીને ચેન્જીસ કર્યા જે કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી હોય છે. ભારે મનથી આપ સૌને જણાવવા માંગુ છુ કે મે કંપની છોડવાનો નિર્ણય લીધો છે.



ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ટિકટૉકને અમેરિકામાં કામ કરવુ હોય તો, તો પોતાનો ધંધો કોઇપણ અમેરિકન કંપનીને આપવો પડશે. આ માટે ટિકટૉકને 90 દિવસની મુદત આપવામાં આવી હતી.

આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ટિકટૉકને અમેરિકામાં બેન કરવા પર વિચાર કરી રહ્યાં છીએ. વળી એ પણ સમાચાર આવ્યા કે દુનિયાની સૌથી મોટી કંપનીઓનીમાંની એક માઇક્રોસૉફ્ટ ટિકટૉકને ખરીદવા પર વિચાર કરી રહી છે.