નવી દિલ્હી: શાઓમી પોતાનો નવો સ્માર્ટફોન Redmi 9i ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ લોન્ચિંગ પહેલા જ તેની કિંમત લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ નવા સ્માર્ટફોનની કિંમત 8 હજાર રાખવામાં આવી છે.


Redmi 9i સ્માર્ટફોન 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટમાં આવશે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફીચર્સને રિવીલ કરી દીધા છે. કંપનીના ટીઝરમાં લખ્યું છે કે, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે.

ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે.

આ સિવાય પ્રાપ્ત જાણકારી અનુસાર, રેડમી 9iમાં મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે.

Xiaomi કંપનીનો આ નવો સ્માર્ટફોન Mi.com અને Flipkart પરથી ખરીદી શકાશે. Redmi 9iની શરુઆતી કિંમત7,999 રૂપિયા હશે.