નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમી પોતાનો વધુ એક દમદાર ફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ છે કે આગામી 15 સપ્ટેમ્બરે રેડમી 9 સીરીઝ અંતર્ગત કંપની બેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારશે. આ ફોનનુ નામ લીક્સ પ્રમાણે Redmi 9i બતાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર રેડમીનો આ ફોન 8 હજારથી ઓછી કિંમતમાં હશે.


ફોનની ખાસિયતો છે હટકે.....
શ્યાઓમીના Redmi 9i સ્માર્ટફોન કંપની 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટ સાથે લૉન્ચ કરી શકે છે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફિચર્સને અપડેટ કર્યા છે. કંપની ફોન માટે પહેલાથી ટીઝર આપી દીધુ હતુ, જેમાં લખ્યું હતુ, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે. ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે.



બીજી એક લિક્સ પ્રમાણે, રેડમીના આ ફોનમાં લાર્જ ડિસ્પ્લે, અને લાર્જ બેટરી ફિચર્સ છે. ઉપરાંત સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે.

Xiaomi કંપનીનો આ નવો સ્માર્ટફોન Mi.com અને Flipkart પરથી ખરીદી શકાશે. Redmi 9iની શરુઆતી કિંમત7,999 રૂપિયા હશે.