નવી દિલ્હીઃ શ્યાઓમીની પૉપ્યૂલર Redmi Note 9 સીરીઝ બાદ લોકો હવે Redmi Note 10 સીરીઝની જબરી રાહ જોવાઇ રહી છે. કંપનીએ તાજેતરમાં જ જાહેરત કરી છે કે આગામી નૉટ સીરીઝ એટલે કે રેડમી નૉટ 10 સીરીઝને આગામી મહિને લૉન્ચ કરવામાં આવશે.


હવે મીડિયા રિપોર્ટનુ માનીએ તો રેડમી નૉટ 10 સીરીઝને ભારતમાં 4 માર્ચે લૉન્ચ કરવામા આવશે. જોકે કંપનીએ આને માર્ચના શરૂઆતી અઠવાડીયામાં લૉન્ચ કરવાના સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે Redmi Note 10 સીરીઝ શ્યાઓમીની પૉપ્યૂલર Redmi Note 9 સીરીઝનો સક્સેસર છે, જેને કંપનીએ વર્ષ 2020 માર્ચમાં લૉન્ચ કર્યો હતો. જાણો શું હશે ખાસ....

રિપોર્ટ્સનુ માનીએ તો આ સીરીઝમાં Redmi Note 10 પ્રૉ, રેડમી નૉટ 10 5જી અને રેડમી નૉટ 10 5જી જેવા સ્માર્ટફોન સામેલ હોઇ શકે છે. જોકે શ્યાઓમી તરફથી હાલ કોઇ જાણકારી નથી આપવામાં આવી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવો સ્માર્ટફોન હાઇ ફ્રેશ રેટ અને નવા SoCsની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.