Redmi Note 13  સીરીઝમાંવધુ એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi નો આ 5G સ્માર્ટફોન Redmi Note 13 સિરીઝનું સૌથી સસ્તું મોડલ છે. ફોનના પાછળના ભાગમાં સ્ટાઇલિશ ડિઝાઇનવાળી પેનલ આપવામાં આવી છે. આ Redmi સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ કરાયેલ Redmi Note 12Rનું અપગ્રેડેડ મોડલ છે. Xiaomiએ આ ફોનને તેના સ્થાનિક બજારમાં લોન્ચ કર્યો છે. ભારતમાં આ ફોનને POCO ના આગામી બજેટ સ્માર્ટફોન તરીકે રજૂ કરવામાં આવી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.


Redmi Note 13R ના ફીચર્સ


Redmi Note 13R ના ફીચર્સ વિશે વાત કરીએ તો, આ બજેટ સ્માર્ટફોન 6.78 ઇંચની FHD+ ડિસ્પ્લે સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. કંપનીએ તેના અગાઉના મોડલની સરખામણીમાં તેની ડિસ્પ્લેને અપગ્રેડ કરી છે. Redmi Note 13 સિરીઝનો આ ફોન Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 12GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ માટે સપોર્ટ છે.


રેડમીના આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 50MPનો મુખ્ય અને 2MPનો સેકન્ડરી કેમેરા છે. આ Redmi ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP કેમેરા હશે. આ ફોન 5,000mAh બેટરી અને 33W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરે છે. આ ફોનમાં કનેક્ટિવિટી માટે 3.5mm ઓડિયો જેક, ડ્યુઅલ 5G સિમ કાર્ડ જેવા ફીચર્સ છે. ફોન Android 14 પર આધારિત HyperOS પર કામ કરે છે.



Redmi Note 13R ની કિંમત


રેડમીના આ ફોનને પાંચ સ્ટોરેજ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે - 6GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB અને 12GB RAM + 512GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત RMB 1,399 એટલે કે લગભગ 16,400 રૂપિયા છે.  તેના અન્ય વેરિઅન્ટ્સની કિંમત RMB 1,599 (અંદાજે રૂ. 18,500), RMB 1,799 (અંદાજે રૂ. 21,000), RMB 1,999 (અંદાજે રૂ. 23,400) અને RMB 2,199 (અંદાજે રૂ. 25,800) છે.


ફોનના પાછળના ભાગમાં સ્ટાઇલિશ ડિઝાઇનવાળી પેનલ આપવામાં આવી છે. આ ફોન 5,000mAh બેટરી અને 33W USB Type C ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરે છે.                  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial